ઢસા હાઈસ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાયો

985

આજરોજ આર.જે.એસ. હાઈસ્કુલ ઢસા ખાતે જુદી જુદી રમતોની જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ જીલ્લામાંથી વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો.

આર.જે.એચ. હાઈ. ઢસા. જં.ની રમતના સિનિયર અને જુનિયર વિભાગમાં ૧૮ ભાઈઅઓ અને ૧૮ બહેનોએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત  કર્યા હતાં. તેમજ કિક બોકસીંગર મતમાં ૧૯ ભાઈઓ અને ૧૬ બહેનોએ ગોલ્ડ મેડલ તેમજ ૧ ભાઈ અને ૧ બહેને સિલ્વર મેડલ મેળવેલ  છે. કુડોની રમતમાં ૧૦ ભાઈઓ અને ર૦ બહેનોએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતાં. યુતકુનેડો રમતમાં ભાઈઓ ર૦ ગોલ્ડ તેમજ બહેનોએ ૧૭ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતાં. તથા ૩ બહેનોએ સીલ્વર મેડલ મેળવેલ છે. બોકસીંગની રમતમાં ભાઈઓએ ર૪ ગોલ્ડમેડલ તેમજ બહેનોએ ર૪ ગોલ્ડમેડલ મેળવેલ છે. ભાઈઓમાં ૧ સીલ્વર મેડલ મેળવેલ છે. કુરાશ નામની રમતમાં ભાઈઓએ ર૦ ગોલ્ડમેડલ તેમજ બહેનોએ ૧પ ગોલ્ડ મેડલ મેળવેલ છે. પ બહેનોએ સીલ્વર મેડલ મેળવેલ છે.

ઉપરોકત વિવિધ સ્પર્ધામાં શાળાના કુલ ર૩ વિદ્યાર્થીઓ પ્રથમસ્થાને અને ૭  વિદ્યાર્થીઓ દ્વિતિય સ્થાને રહેલ છે. તમામ વિજતો વિદ્યાર્થીઓ હવે રાજયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ સિધ્ધિ બદલ શાળાના આચાર્ય ડો. જી.બી. હેરમા તથા વહીવટદાર આર.એ. વાઢેરએ શાળાના વ્યાયમ શિક્ષક કોચ અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતાં.

Previous articleપર્યાવરણ પ્રેમીઓનું પગપાળા બગદાણા પ્રસ્થાન
Next articleયશવંતરાય નાટયગૃહ ખાતે કલા મહાકુંભનું સમાપન : રાજય કક્ષાના મંત્રી ઉપસ્થિત રહ્યા