શિશુવિહાર વિસ્તારમાં આરસીસી રોડનું ખાતમુહૂર્ત

0
384

શહેરના શિશુવિહાર વિસ્તારમાં સાંસદ ભારતીબેન શિયાળના હસ્તે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ વિકાસ કાર્યો ચાલી રહ્યા છે ત્યારે શિશુવિહાર વિસ્તારમાં મુખ્યમંત્રી સડક યોજના હેઠળની ગ્રાંટમાંથી આરસીસી રોડ નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે ઝકરીયા સ્કુલથી શબ્બીરભાઈ નગર શેઠના મકાન સુધીના વિસ્તારના જોડતા આ માર્ગનું સાંસદ ભારતીબેન શિયાળના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પુર્વ મેયર નરેન્દ્રભાઈ ચાવડા, તળાજા માર્કેટયાર્ડ ડાયરેકટર ડો. ધીરૂભાઈ શિયાળ સહિત આ વીસ્તારના અગ્રણીઓ તથા અન્ય રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here