GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

2987

(૩૧૬) ક્યાં બંદરને ભરતી બંદર તરીકે ઓળખવામાં આવે છે ?
– કંડલા
(૩૧૭) જેગરી, પીરમ, સુલતાનપુર અને માલબેન્ક બેટ ક્યાં જિલ્લામાં આવેલ છે ?
– ભાવનગર
(૩૧૮) ગુજરાતનો ક્યો અખાત સ્તરભંગ રેખા ધરાવે છે ?
– ખંભાતનો અખાત
(૩૧૯) સોનેરી પાનનો મુલક એટલે ક્યો પ્રદેશ ?
– ચરોતર
(૩૨૦) કચ્છના ક્યાં વિસ્તારમાંથી મંગળ જેવા ખડકો મળી આવ્યા ?
– માતાના મઢ
(૩૨૧) સરદાર પટેલનું ૧૮૨ મીટર ઊંચાઈનું સ્ટેચ્યું ક્યાં બેટ પર મુકાશે ?
– સાધુ બેટ
(૩૨૨) મધર ઈન્ડિયા ડેમ કઈ નદી પર આવેલો છે ?
– અંબિકા નદી
(૩૨૩) ગુજરાતની સૌથી દક્ષિણે વહેતી નદી ?
– દમણગંગા
(૩૨૪) ગુજરાતની કઈ નદીમાં ઘોડાપુર આવે છે?
– દમણગંગા
(૩૨૫) ગુજરાતની કઈ નદી માં વિનાશક પૂર આવે છે ?
– નર્મદા
(૩૨૬) સાબરમતી નદી ક્યાંથી નીકળે છે ?
– ઢેબર સરોવરમાંથી (રાજસ્થાન)
(૩૨૭) સૌરાષ્ટ્રની સંસ્કૃતિ નગરી તરીકે ક્યુ સ્થળ જાણીતું છે ?
– ભાવનગર
(૩૨૮) ગુજરાતમાં નાની મોટી કુલ કેટલી નદીઓ છે ?
– ૧૮૫
(૩૨૯) ગુજરાતનાં ક્યાં જિલ્લામાં સૌથી વધુ નદી છે ?
– કચ્છ (૯૭)
(૩૩૦) ગુજરાતમાં કઈ નદીનો જન્મ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે ?
– તાપી (સૂર્યપુત્રી)
(૩૩૧) કપિલધારા અને દૂધધારા ધોધ કઈ નદી પર આવેલ છે ?
– નર્મદા
(૩૩૨) બનાસ નદીનું પ્રાચીન નામ શું છે ?
– પર્ણાશા
(૩૩૩) કોપાલાની ખાડી કઈ નદીના મુખત્રિકોણ પર છે ?
– સાબરમતી
(૩૩૪) કઈ નદી પિતૃતર્પણ માટે જાણીતી છે ?
– નર્મદા (ચાંદોદ)
(૩૩૫) કઈ નદી માતૃતપર્ણ માટે જાણીતી છે ?
– સરસ્વતી (સિદ્ધપુર)
(૩૩૬) ઉદવાડા કઈ નદીના કિનારે આવેલું છે ?
– કોલક
(૩૩૭) અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગી મોજણી સંસ્થા મુજબ ગુજરાતમાં કેટલા પ્રકારની જમીન આવેલી છે ?
– સાત
(૩૩૮) કાંપની જમીનમાં ક્યુ તત્વ સૌથી વધુ હોય છે ?
– ફોસ્ફરસ
(૩૩૯) સેન્દ્રિય તત્વોનું સૌથી વધુ પ્રમાણ કઈ જમીનમાં જોવા મળે છે ?
– જંગલોની જમીન
(૩૪૦) મકાઇ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે ?
– ગોધરા
(૩૪૧) ગુજરાતમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન ક્યાં થાય છે ?
– સુરત
(૩૪૨) ગુજરાતમાં સૌથી વધુ કેળાંનું ઉત્પાદન ક્યાં થાય છે ?
– ખેડા
(૩૪૩) ગુજરાતમાં સૌથી વધુ જંગલ ક્યાં જિલ્લામાં આવેલ છે ?
– ડાંગ (૫૮.૫%)
(૩૪૪) ભારતનું ડેન્માર્ક ?
– ગુજરાત
(૩૪૫) કાગદી લીંબુનું વાવેતર ગુજરાતમાં ક્યાં થાય છે ?
– પાલિતાણા (ભાવનગર)
(૩૪૬) ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાનું પશુ સંવર્ધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?
– બિડજ (ખેડા)
(૩૪૭) ભેંસની કઈ જાત વધુ દૂધ માટે જાણીતી છે ?
– જાફરાબાદી
(૩૪૮) ગાયની કઈ જાત વધુ દૂધ માટે જાણીતી છે ?
– ગીર ગાય
(૩૪૯) ક્યા ઘેટા વધુ ઊન અને ઉચ્ચ પ્રકારના ઊન માટે જાણીતા છે ?
– પાટણવાડી
(૩૫૦) ગુજરાતમાં સૌપ્રથમ દૂધ ઉત્પાદન સહકારી મંડળી ક્યાં સ્થપાઈ હતી ?
– સુરત (૧૯૩૯)

Previous articleનવરાત્રિમાં રાજયની તમામ શાળા અને કોલેજોમાં વેકેશન
Next articleકંગના રાણાવત ઝાંસી કી  રાનીને લઇને ખુબ વ્યસ્ત