અમરગઢ સંસ્થામાં બહેનો સ્વરોજગારી મેળવી રહી છે

1380

અમરગઢ ખાતે સંસ્થામાં બહેનો બચત અને તાલીમ વડે સ્વરોજગારી મેળવી રહી છે. અહિ રીઝર્વ બેન્કના અધિકારી મુલાકાત લઈ પ્રભાવીત થયા છે.

સૌરાષ્ટ્ર રૂરલ ડેવલપમેન્ટ મંડળ અમરગઢ ખાતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ગ્રામ સ્વરોજગાર પ્રશિક્ષણ સંસ્થા અંતર્ગત કાર્યક્રમ યોજાઈ ગયો નાણાકીય સાક્ષરતા કેન્દ્ર ભાવનગરના સંકલનથી શુક્રવાર તા.૨૭ના અહી રીઝર્વ બેન્કના અધિકારી સુભાષ આનંદ મુલાકાત લઈ પ્રભાવિત થયા છે.

અહિ તાલીમ અને રોજગારી મેળવી રહેલ બહેનો સાથેના ઉદ્‌બોધનમાં સુભાષ આનંદે બચત દ્વારા યોગ્ય ુપયોગથી રોજગારી મેળવવા તથા બચત માટે જાગૃતિ લાવવા અને બેંક સાથે કામ કરવા માટે જાગૃતિ લાવવા અને બેંક સાથે કામ કરવા અનુરોધ કરેલ બેન્કની વિવિધ સહાયક યોજનાનો પણ ઉલ્લેખ કર્યો.

પ્રારંભે સંસ્થાના વડા પારૂલબેન દવેએ આવેલ અધિકારીઓને પ્રવૃત્તિ અંગે વિગતો આપી હતી જેમાં બીપીનભાઈ દવે પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં સ્વસહાય જૂથ તથા સખીમંડળો બાબતે અધિકારી ગોહિલ માર્ગદર્શન આપ્યુ હતું.

બેંકના અધિકારીઓ દ્વારા ત્રિવેદી, ચિંચોલીકર, હિતેન્દ્રસિંહ ગોહિલ સાથે રાજુભાઈ પઠાણ તથા હંસાબેન ચાવડાગોર દ્વારા વિવિધ ચર્ચા થઈ હતી. અહિ બેંકની અમરગઢ શાખા દ્વારા સહાય આપવામાં કેટલીક મર્યાદાઓ અંગે પણ વાત કરાઈ હતી.

Previous articleનંદકુંવરબા કોલેજમાં પલક શાહનું વક્તવ્ય
Next articleગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બેંક શરૂ કરવા માંગણી