ગઢડાના રાયપર ગામની સીમમાંથી ઈગ્લીંશ દારૂ ભરેલી ફોરવ્હીલ ઝડપાઈ

1054

ગઢડાના રાયપર ગામની સીમમાંથી ઈગ્લીંશ દારૂ ભરીને હેરાફેરી કરતી કારને ગઢડા પોલીસે બાતમી રાહે વોચમાં રહી ઝડપી લીધી હતી જ્યારે રાબેતા મુજબ કારચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો.

ગઢડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. વી.ડી.ધોરડા તથા સ્ટાફના એ.એસ.આઇ. રાજદીપસિંહ ગોહિલ હેડ.કોન્સ. રામદેવસિંહ ચાવડા હેડ કોન્સ દશરથભાઇ મીઠાપરા  હેડ કોન્સ. કરશનભાઇ અણીયાળીયા તથા પો.કોન્સ. ઋષિરાજસિંહ ગોહિલ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશનમાં હાજર હોય તે દરમ્યાન બાતમી મળેલ કે, રતનપર ગામનો બાવકુભાઇ દેવાયતભાઇ બોરીચા કાઠીદરબાર પોતાની કવોલીસ ફોરવ્હીલ ગાડીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી રાયપર ગામની સીમમાં વેચાણ અર્થે હેરફેર કરે છે.તેવી બાતમી મળતા ગઢડાના પી.એસ.આઇ. તથા સ્ટાફના માણસોએ રાયપર ગામની સીમમાં બાતમીવાળી કવોલીસ ગાડી પકડી પાડતા બાવકુભાઇ દેવાયતભાઇ બોરીચા હાજર મળી આવેલ નહી અને તે કવોલીસ ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૨૦ જેની કુલ કિ.રૂ. ૩૬,૦૦૦/- તથા કવોલીસ ગાડી કિ.રૂ.૫૦,૦૦૦/- ની મળી કુલ કિ.રૂ. ૮૬,૦૦૦/-નો મુદામાલ મળી આવતા આરોપી બાવકુભાઇ દેવાયતભાઇ બોરીચા રહે.રતનપર તા.ગઢડા વાળા વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ.

Previous articleનારી ચોકડી નજીકથી ઈગ્લીંશ દારૂનો જથ્થો ભરેલી કાર ઝડપાઈ : શખ્સ ફરાર
Next articleતીલકનગર ખાતે જાહેરમાં જુગાર રમતાં ચાર ઝડપાયા