GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

2091

(૩૫૧) ગુજરતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન અને કેટલા અભ્યારણ્યો છે ?
– ૪ રાષ્ટ્રીય ઉદ્યાન અને ૨૩ અભ્યારણ્ય
(૩૫૨) સુરખાબ પક્ષી અભ્યારણ્ય ક્યાં આવેલ છે?
– રાપર (કચ્છ)
(૩૫૩) ચિંકારા માટે ક્યુ અભ્યારણ્ય આવેલ છે?
– નારાયણ સરોવર (તા.લખપત જી.કચ્છ)
(૩૫૪) જેસૌર રીંછ અભ્યારણ્ય બનાસકાંઠાના ક્યાં તાલુકામાં આવેલ છે ?
– ધાનેરા
(૩૫૫) મોતી આપતી “પર્લ ફિશ” ક્યાં સ્થળે મળી આવે છે ?
– પરવાળા ટાપુ
(૩૫૬) ગુજરાતનું ક્યુ ક્ષેત્ર ચિનાઈ માટી માટે સૌથી મોટું ક્ષેત્ર ગણાય છે ?
– અરસોડિયા અને એકલારા (સાબરકાંઠા)
(૩૫૭) કુંદી કરવાની માટી ગુજરાતનાં ક્યાં જિલ્લામાંથી સૌથી વધુ પ્રમાણમાં મળે છે ?
– ભાવનગર
(૩૫૮) ગુજરાતમાં સૌથી વધુ ચિરોડીનું ઉત્પાદન ક્યાં જીલ્લામાં થાય છે ?
– દેવભૂમિ દ્વારકા
(૩૫૯) ભારતમાં સૌથી વધુ ચિરોડી ક્યાં રાજ્યમાંથી મળે છે ?
– રાજસ્થાન
(૩૬૦) અકીક પૉલિશ કરવાનો ઉદ્યોગ ક્યાં સ્થળે વિકસ્યો છે ?
– ખંભાત અને જામનગર
(૩૬૧) ગુજરાતમાં સૌથી વધુ ગ્રેફાઇટ ક્યાંથી મળે છે ?
– જાંબુઘોડા (પંચમહાલ)
(૩૬૨) દેશનું સૌપ્રથમ પેટ્રોલિયમ અને પેટ્રોરસાયણ બંદર ક્યુ છે ?
– હજીરા (સુરત)
(૩૬૩) ગુજરાતનું પ્રથમ કેમિકલ બંદર ક્યુ છે ?
– દહેજ
(૩૬૪) મેંગેનીઝ માટે પંચમહાલ જિલ્લાની કઈ ખાણ આવેલી છે ?
– શિવરાજપુરની ખાણ
(૩૬૫) ભારતનું સૌથી મોટું ખનિજતેલ શુદ્ધિકરણ કારખાનું ક્યાં આવેલ છે ?
– જામનગર
(૩૬૬) એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલું છે ?
– લાંબા (તા.કલ્યાણપુર, જી.દેવભૂમિ દ્વારકા)
(૩૬૭) ગુજરતા દેશનું ૭૮% મીઠાનું ઉત્પાદન કરે છે જ્યારે સોડાએશનું કેટલા ટકા ઉત્પાદન કરે છે?
– ૯૮%
(૩૬૮) બીડી બનાવવા માટે ક્યાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે ?
– ટીમરૂના પાનનો
(૩૬૯) દિવાસળી શાના લાકડામાંથી બને છે ?
– શીમળાના
(૩૭૦) પડિયા-પતરાળા બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે ?
– ખાખરાનાં પાનનો
(૩૭૧) કાગળનું ઉત્પાદન કરતી સેંટરલ પલ્પ મિલ ક્યાં આવેલી છે ?
– સોનગઢ
(૩૭૨) ગુજરાતમાં ક્યાં સ્થળે ઘાસ સંશોધન કેન્દ્ર આવેલું છે ?
– રાજકોટ
(૩૭૩) ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થપાયું હતું ?
– બારડોલી (સુરત)
(૩૭૪) દ્ભઇૈંમ્ૐર્ઝ્રં નું પૂરું નામ શુ છે ?
– ક્રિષક ભારતી કો. ઓપરેટિવ.લિ. (હજીરા)
(૩૭૫) મેટ્રો રેલના કોચ બનાવવાની ફેક્ટરી ક્યાં આવેલી છે ?
– સાવલી (વડોદરા)
(૩૭૬) દેશનું પ્રથમ ગેસ આધારિત સ્પોન્જ આર્યન પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
– હજીરા (મુંબઈ)
(૩૭૭) ગુજરાત સાયકલ લિમિટેડ કંપની ક્યાં આવેલ છે ?
– વાઘોડિયા (વડોદરા)
(૩૭૮) ય્ૈંડ્ઢઝ્ર નું પુરૂ નામ જણાવો.
– ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન
(૩૭૯) ય્સ્ડ્ઢઝ્ર નું પુરૂ નામ જણાવો.
– ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન
(૩૮૦) દ્ગડ્ઢડ્ઢમ્ નું પુરૂ નામ જણાવો.
– નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ
(૩૮૧) છસ્ેંન્ નું પુરૂ નામ શુ છે ?
– આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ
(૩૮૨) ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી ?
-૧૮૫૩ (મુંબઈથી થાણા)

Previous articleગુસ્તાખી માફ
Next articleતા.૩૦-૭-ર૦૧૮ થી ૦૫-૦૮-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય