અમર ગાયક મોહંમદ રફી સાહેબની ૩૮મી પુષ્પતિથી નિમિત્તે શ્રધ્ધાંજલિ

0
1149

આપણા ભારતીય સંગીતની દુનિયાના બેતાજ બાદશાહ, પંચમશુરોના શહેનશાહ, અવિસ્મરણીય, સદા બહાર, હરફન મૌલા પાર્શ્વ ગાયક કે જે કદિના વિસરાય તેવા સો ટચના સોના જેવો અદ્‌્‌ભૂત જાદુઈ ભર્યો અવાજ અને તેવુ જ વ્યકિતત્વઅને ચારીત્ર્ય ધરાવનાર સામે જ આમ-આદમીના અજર-અમર ગાયક મોહંમદ રફી સાહેબની આજે તા. ૩૧-૭-ર૦=૧૮ને મંગળવારના રોજ સંપુર્ણ રીતે (૩૮) આડત્રીસ વર્ષ પરીપુર્ણ કરતી શ્રધ્ધાંજલિનો અવસર છે.

આજે મહા મહાન ગાયકને યાદ કરીને જેટલું હૃદયમાં દુઃખ થાય છે, તેનાથી વિશેષ દુઃખ તો આપણી કેન્દ્ર સરકાર ચાલતવી સરકારનુંથાય છે, કારણ કે હેવાય છે કે ગીત-સંગીતના કોઈ ધર્મ, સંપ્રદાઈ, ભેદભાવ, કે છુત-અછુત કે સરહદના સિમાડા નથી હોતા..!!

ભારતીય સંગીતની દુનિયાના ગૌરવ સમા ગાયક આપણી વચ્ચેથી વિદાઈ થયા તેના આજે આડત્રીસ (૩૮) વર્ષ પુરા થઈ ગયેલ છે. તેમ છતા, આપણા દેશના પોલીટીશયનોએ આ પસાર થઈ ગયેલા વર્ષોમાં એક પણ વખત રફી સાહેબને મરણોત્તર એવોર્ડ કે શ્રેષ્ઠ નાગરીત્વ તરીકેનો એવોર્ડ આજદિન સુધી ઘોષીત ન કર્યો.!! તે અત્યંત દુઃખદ બાબત છે.

દિલ્હીમાં આવેલ જંતર-મંતર ખાતે રફી સાહેબના અસંખ્ય ચાહકો કે જેમાં દેશ-વિદેશના ચાહકો છેલ્લા વિસ (ર૦) વર્ષથી કેન્દ્રમાં બેઠેલા સરકારોને આવેદનપત્ર આપી લેખીત તેમ મૌખિક રજૂઆત કરી રફી સાહેબ પ્રત્યેનલ લાગણી અને માંગણી કરી રહ્યા છે કે રફી સાહેબને મરણોત્તર એવોર્ડના સ્વરૂપમાં ભારતીય રત્ન તરીકેનો ગૌરવ વંતા નાગરિક તરીકેનો એવોર્ડ કેન્દ્ર સરકાર ઘોષીત કરે.!!

પરંતુ કેન્દ્રમાં બેઠેલી કોઈ પણ સરકારે આજ દિન સુધી આ એવોર્ડનો પરીપત્ર જાહેર કરેલ નથી.!! જે અત્યંત દુઃખદ બાબત છે.!! પરંતુ આ સરકાર અને રફી સાહેબના અગણીત ચાહકો શુભેચ્છકોને કોણ સમજાવે! રફી સાહેબ તો પોતે જ એક ઐતિહાસિક દંતકથા સમા ગાયકનો એવોર્ડ ધરાવનાર હતા! રફી સાહેબે પોતાની કારર્કીદીમાં અસંખ્યવાર એવોર્ડ મેળવી ચુકયા હતાં. અને હજુ પણ આજે આ દેશમાં વસતા વિશાળ લોકોના હૃદયમાં એટલું મોટું સ્થાન છે કે તેને એવોર્ડની ઓળખની જરૂરત જ બીલકુલ નથી.!!

આજે રફી સાહેબ આપણાથી વિદાઈ થયા તેના આજે ૩૮ વર્ષ આડત્રીસ વર્ષ પરીપુર્ણ થયેલ છે.!! જી, હા, રફી સાહેબ એટલે એક બુલંદ પહાડી અવાજ, પંચમ શુરોમાં શહેન શાહી, કે જેના અદ્‌ભૂત જાદુ ભર્યા અવાજમાં દર્દ ભરી મીઠાસ છે, રોમેન્ટીક ગીતોમાં વસંત પંચમીની ઋતુ છે ! ભજન, ભક્તિ, આરતી છે, તો કવ્વાલી, ગઝલ, નજમો તેમજ દેશદાજ અને શૌર્ય જગાડી જાગૃત કરનારા દેશ ભક્તીના ગીતો છે ! તો સર્વ ધર્મ સમભાવ અને કોમી એખલાસ – ભાઈચારાની બુલંદ અપીલ છે.!! મીલન અને જુદાઈ છે, વિરહ અને વેદના છે, ગમ અને ખુશી છે : જન્મ અને મરણ સંબંધીત ગીત છે ! દુલ્હાના ખુશીના ગીત છે. તો દુલ્હનની વસમી વિદાઈના પણ ગીત છે.!! રફી સાહેબનો અદ્‌ભૂત લાજવાબ જાદુ ભર્યો અવાજ જ એવો હતો કે સાંભળનારને ખુશ પણ કરી દેતો અને ભીની આંખો પણ કરાવી દેતો હતો..!!

રફી સાહેબ એટલે એક સસ્મીત કરતો હસતો ચહેરો! આ શ્રધ્ધાંજલિ અર્પીણ કરતા નો દાવો છે કે તમો રફી સાહેબનો કોઈ પણ એંગલથી લીધેલો ફોટો જો જો તો તેમને માત્ર ને માત્ર સસ્મીત હસતા મુખડાવાળો જ રફી સાહેબનો ફોટો જોવા મળશે..!! અને આ ફોટાના માધ્યમથી રફી સાહેબ સંકેત આપે છે કે કોઈ તો મારો ઉત્તરાધીકારી બનો..!!

રફી સાહેબને આજે મરણોત્તર એવોર્ડ કે ભારત રત્ન તરીકેનો એવોર્ડ ભલે આપવામાં ન આવતો હોય! પણ ખરેખર તો રફી સાહેબ એક અનમોલ કોહિનુર હિરો છે. કે જેની કોઈ મોલ ન લગાવી શકે.!! રફી સાહેબ કે તેના જાદુ ભર્યા અદ્‌ભૂત અને અવિસ્મરણીય ગીતો સો ટચના સોના જેવા હતા..! અને હોલ માર્કના આભુષણો જેવા છે..! કે જેમાં નથી કોઈ મીક્ષીંગ કે નથી કોઈ મીલાવટ કે નથી કોઈની ઉઠાતરી કે કોપી..!!

રફી સાહેબ કે તેના અવિસ્મરણીય સદા બહાર ગીતો કયારેય જાખા નથી પડવાના, કાળા નથી પડવાના, ગીલેટ પોલીસ કે ચમક-દમક-ચળકાટ નથી ગુમાવવાના!!! તેના ગીત રૂપી આભુષણોની કદર અને કિંમત સદિયો સુધી એક બંધ રહેશે..!!

જયારે આજના ગીતો તમે સાંભળો અને માણો પરિણામ સામે (યુઝ એન્ડ થ્રો) મેઈડ ઈન ચાયનાની પઢરોડકટની જેમ નો ગેરંટી- નો વોરંટી કારણ કે સાચુ કયારેય પણ કાળુ નથી પડતું, જાખુ નથી પડતું ચળકાટ નથી ગુમાવતું! જયારે તાજેતરના જમાનાના ગીતો એટલે વેર્સ્ટન કલ્ચરની બેઠી નકલ કરી ઉઠાંતરી જ કરવાની કોઈ પણ પ્રકારની આપ ખુદના બલબુતા પર નવુ ગીત-સંગીતનું નવુ કુદરતી સંશોધન નહીં કરવાનું..!! જેના કારણે આપણું ભારતીય ગીત-સંગીત આજે બગસરાની ઈમીટેશન જેવું થઈ ગયું છે..! કે જેની કોઈ કિંમત કે વળતર નથી મળતું.! અને (વેસ્ટ અને સ્ક્રેપમાં જાય છે.)

માટે જ કહેવામાં આવ્યું છે કે ઓલ્ડ ઈઝ ગોલ્ડ જુનું એટલું સોનું બાકી બધુ જ (શો)નું દેખાવનું આજના ગીતો એટલે.

એક અનુમાન છે કે રફી સાહેબે અંદાજીત (ર૭) સત્યાવીસ હજાર ગીતો ગાયા છે! જેમાં પંજાબી, હિન્દી, ઉર્દુ, પુખ્તુન, અરબી, સંસ્કૃત ગુજરાતી, મરાઠી, તેલુગુ, બંગાળી, ઉર્દુ, મલીયાલમ, સીંધી, સિંહાલી, મરાઠી તેમજ ગેર ફિલ્મી ગીતો હિંદુ તથા મુસ્લિમ ધાર્મિક ગીતો તેમજ આપણા દેશની મોટાભાગની પ્રાદેશિક ભાષા બોલીના ગીતો ગાયા છે.

 

આ ફિલ્મના ગીતો માટે રફી સાહેબને એવોર્ડ મળેલ

બૈજુ બાવરા                 તુ ગંગા કી મૌજ મૈ

બરસાત કી રાત            જીંદગી ભર નહીં ભુલેગી

ચૌદહવી કા ચાંદ          (ટાઈટલ)

દોસ્તી                      ચાહુંગા મે તુંઝે

મેરે મહેબુબ                  (ટાઈટલ)

તાજ મહલ                જો વાદા કિયા વો નિભાના પડેંગા

સસુરાલ                       તેરી પ્યારી પ્યારી સુરત કો

સુરજ                         બહારો ફુલ બરસાવો

ગુંજ ઉઠી શહનાઈ           જીવન મે પીયા તેરા સાથ રહે

જબ પ્યાર કીસેસે હોતા હૈ     સો સાલ પહેલે મુઝે તુમસે

જબ જબ ફુલ ખીલે             પરદેશીયો સેના અંખીયા મીલાના

પ્રોફેસર                                 આવાજ દેકે હમે તુમ બુલાઓ

જંગલી                                   એહસાન તેરા હોંગા મુંજ પર

અપનાપન                         આદમી મુસાફિર હૈ

નશીબ                           ચલ ચલ મેરે ભાઈ

અ.અ.એન્થની                     પર્દા હૈ પર્દા

હમ કિસીસે કમ નહીં                 કયા હુવા તેરા વાદા

સરગમ                            ડફલી વાલે ડફલી બજા

કોહિનુર                              મધુબન મે રાધીકા નાચે રે

જીને કી રાહ                        બડી મસ્તાની હૈ મેરી મહૈબુબા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here