ઢસા ૧૦૮ની કામગીરીની ચોમેર પ્રશંસા

0
1044

સરકાર દ્વારા ઇમરજન્સી માં તાત્કાલિક સારવાર ઝડપથી મળી શકે તે માટે થઈને ૧૦૮ સેવા પ્રજા માટે અમલમાં મૂકી. આજ સુધી ૧૦૮ દ્વારા અનેક લોકોના જીવ બચાવ્યા છે અનેક ને મોત ના મુખમાંથી૧૦૮ ના કર્મચારીઓ બહાર લાવ્યા છે આજે ગઢડા તાલુકાના પાટણા ગામે વાડી વિસ્તારમાં રહેતા ધનિબહેન દિનેશભાઈ મવાડા એ અચાનક પ્રસૂતિનો દુઃખાવો થતા તેમને૧૦૮ ને ફોન કરેલ ત્યારે ૧૦૮ ના ડોકટર કુલદીપસિંહ અને પાયલોટ દિલુભા પાટણા વાડી વિસ્તારમાં જવા રવાના થયા હતા ત્યારે સામેથી જ રિક્ષામાં મહિલા દર્દીને વધુ પડતો પ્રસૂતિનો દુઃખાવો થતા અને મહિલા દર્દીની સ્થિતિ વધુ પડતી નાજુક હોવાથી ૧૦૮ ના ડોકટર કુલદીપસિંહ દ્વારા મહિલા દર્દીની ડિલિવરી રિક્ષામાં જ કરવાની ફરજ પડેલી. રિક્ષામાં જ ડિલિવરી કરતા હોવાથી આસપાસના લોકો આ દ્રશ્ય અને વાત સાંભળી ને દંગ જ રહી ગયા હતા અને થોડા સમય માટે તો લોકોના હૃદયના ધબકારા ચુકી ગયા હોય તેવી સ્થિતિ થઈ ગઈ હતી પરંતુ ક્ષેમકુશળ બાળકનો જન્મતા સાથે બાળકના રડવાના અવાજથી તમામ ઉપસ્થીત લોકોના ચહેરા ઉપર ખુશીઓ થી ઝળકી ઉઠ્યા હતા અને સૌ એ ડોકટર કુલદીપસિંહ ને તેમની ફરજ અને કામગીરી થી ખૂબ જ બિરદાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here