ગુજરાતના હાજીઓની પ્રથમ ફલાઈટ અમદાવાદ એરપોર્ટથી રવાના : ધારાસભ્યોએ શુભેચ્છા પાઠવી

0
1740

ગુજરાતમાંથી ચાલુ વર્ષે ગુજરાત રાજય હજ કમિટી દ્વારા પવિત્ર મકકા-મદીનાની હજયાત્રાએ જનારા હાજીઓની પ્રથમ ફલાઈટ અમદાવાદ એરપોર્ટ પરથી રવાના થઈ હતી. આ પ્રસંગે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ હજ કમિટીના ચેરમેન મોહંમદઅલી કાદરી, ડૉ. અસ્લમ તેમજ અન્ય કાર્યકરો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ હજ યાત્રાએ રવાના થતા તમામ હાજીઓને ફુલ અને ટ્રાવેલ બેગ આપીને શુભકામનાઓ પાઠવી હતી. દેશ તેમજ દુનિયામાં શાતિ અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તથા ભારત દેશ વિશ્વની મહાસત્તા બને તેમજ ગુજરાત રાજય દેશનું નંબર વન રાજય બની રહે તેવી દુઆ કરવા હાજીઓને સંદેશ પાઠવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here