વલ્લભીપુર ખાતે સરકારી દવાખાનાની એમ્બ્યુલન્સ લાંબા સમયથી બંધ હાલતે

1339

વલ્લભીપુર શહેર ખાતે આવેલ સરકારી દવાખાનું જે વલ્લભીપુર તાલુકામાં એકમાત્ર મુખ્ય દવાખાનું ગણાતું હોય જે દરરોજ નાના-મોટા કેસો આવતા હોય અને વલ્લભીપુર હાઈવે રોડ ઉપરનો તાલુકો હોવાને લઈ અકસ્માતોના કેસ પણ અનેક આવતા હોય છે. જે ઈમરજન્સી કેસોમાં ભાવનગર તાત્કાલિક રીફર કરવામાં આવતા હોય છે. જે સરકારી એમ્બ્યુલન્સ ન હોવાથી અનેક દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ સરકારી દવાખનાની એમ્બ્યુલન્સ ઘણા સમયથી અગમ્ય કારણોસર બંધ કરી દેતા લોકો હેરાન-પરેશાન થવા પામ્યા છે તેમજ સરકારી જવાબદાર તંત્રના જવાબદાર અધિકારીઓની એમ્બ્યુલન્સ અંગેની ઢીલી નીતિથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ આ વલ્લભીપુર સરકારી દવાખાનાની લાંબા સમયથી બંધ થવા પામેલ એમ્બ્યુલન્સ તાત્કાલિક ચાલુ કરવા લોકમાંગ ઉઠવા પામી છે.

આ બાબતે વલ્લભીપુર શહેરના આગેવાન અને ભાવનગર જિલ્લા ભાજપા સફાઈ કામદાર સેલના સહકન્વીનર અશોકભાઈ બાલાભાઈ વેગડે પણ લેખીત રજૂઆત કરેલ છે.

Previous articleયોગ ક્ષેત્રે અનેક સિધ્ધિઓ મેળવનાર હેતસ્વી સોમાણી ગુજરાતની બ્રાન્ડ એમ્બેસેડર બની
Next articleહીરાભાઈ સોલંકીની રાજકોટ લોકસભા બેઠકના પ્રભારી તરીકે કરાયેલી નિમણુંક