પાલિતાણા પંથકના પાંચ ગામોમાં વન્ય પ્રાણીઓનું વઘતું વિચરણ

0
794

પાલિતાણા તાલુકાના ડુંગરાળ અને પાણી નીસારી વ્યવસ્થાને લઈ વન્ય પ્રાણી જેવા કે સિંહ, દિપડાએ પોતાના રહેઠાણ બનાવ્યા છે. ત્યારે પાલિતાણા પંથકના હાથસણી, રોહીશાળા, જાળીયા (અમરાજી), મુંડકીધાર ડુંગસરના ગ્રામ્યજનો મુખ્ય વ્યવસ્યાય ખેતી પશુપાલન છે ત્યારે આ ગામો ફરતે ડુંગરો આવેલા છે અને શત્રુંજય નદીના કિનારે વસતા ગામો છે. જેથી વન્ય પ્રાણી જેવા કે સિંહો અને દિપડાઓએ કાયમી વસવાટ કરી રહ્યા છે. સુત્રોનું માનીયે તો બેથી ત્રણ સાવજ અને પાંચથી વધુ દિપડાઓ જોવા મળી રહ્યા છે. તેમ ગ્રામ્યજનોનું કહેવું છે સાવજ રોહીશાળાથી ડુંગર અને નદી કિનારે ફરતા ફરતા રાણીગામ દેવલા સુધી વિચરણ કરે છે પરંતુ તે સાઈડ પાણી ઓછું થતા હસ્તગીરી જાળીયા સાઈડ વધુ નજરે ચડે છે ત્યાં રહેલા ગાય, ભેંસ ઘેટા-બકરાનું મારણ કરતા અને ગામમાં આવી જવાના અનેક બનાવ બને છે. જેથી ગ્રામ્યજનો કહેવું છે કે છેલ્લા એકાદ મહીનામાં દસથી વધુ મારણ કર્યા છે. ત્યારે વન્યપ્રાણીને  અન્ય ખસેડવા ગ્રામ્યજનોની માંગણી છે જો આગામી દિવસોમાં વન્ય પ્રાણીને અન્ય જગ્યાએ ખસેડાસે નહીં તો ઉપવાસ ઉપર ઉતરશે તેવું સ્થાનિકોનું કહેવું છે. આ વાત સરકાર સુધી પહોંચાડવા ૪૦થી વધુ વ્યકિતઓ દ્વારા સંયુકત પાંચ ગામે આરેએફઓને આવેદન પાઠવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here