રેલ સુવિધામાં ભાવનગરને અન્યાય શા માટે ?

0
1689

વેસ્ટર્ન રેલ્વેનાં જનરલ મેનેજર અનિલકુમાર ગુપ્તા આજે ભાવનગર ડિવીઝનની મુલાકાતે આવેલા જ્યાં ભાજપનાં અગ્રણી કિશોર ભટ્ટે તેમને મળીને રેલ્વે સુવિધામાં ભાવનગરને અન્યાય શા માટે ! કરવામાં આવે છે સહિતનાં પ્રશ્નોની રજુઆત કરી હતી. ભાવનગર વિકાસશીલ જિલ્લો હોય રેલ્વે તંત્ર ભાવનગર ડિવીઝન દ્વારા જનતાની સુવિધાની જરૂરરીયાત મુજબની નવી ટ્રેનો માટે માંગ સાથે દરખાસ્ત કરવામાં આવે છે જેમાં ઘોર બેદરકારી દાખવીને પશ્ચિમ રેલ્વે દ્વારા દરખાસ્ત કચરા ટોપલીમાં નાખી દેવામાં આવે છે ભુતકાળમાં ચાર દિવસ પડેલી રહેતી રેક ને ફાળવવા ભાવનગર-અમદાવાદ ટ્રેન શરૂ કરવા તેમજ ભાવનગર-હરિદ્વાર, ભાવનગર-સુરત, ભાવનગર અમદાવાદ ઈન્ટરસીટી ટ્રેનની ડિવીઝનની દરખાસ્ત કચરા ટોપલીમાં ફેંકી દેવામાં આવી હોવાનું કિશોર ભટ્ટે જીએમને જણાવ્યું હતું.

ત્યારે ભાવનગર ડિવીઝને કરેલી નવી ટ્રેનોની દરખાસ્ત અંગે ઘટતુ કરવા સહિત વિવિધ ક્રોસીંગ તથા અંડર-ઓવરબ્રિજ અંગેની રજુઆત કરાઈ હતી આ પ્રસંગે ઘનશ્યામસિંહ ગોહિલ, નરેન્દ્રસિંહ ત્રિવેદી, ભૂપતભાઈ બારૈયા, હરદેવસિંહ ગોહિલ, દિનુભાઈ વ્યાસ સહિત જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here