અભિનેત્રી તાપસી પન્નૂએ ૩૧મો જન્મદિવસ ઉજવ્યો

0
406

તાપસી પન્નુની ફિલ્મ ‘મુલ્ક’ ૩ ઑગષ્ટનાં રોજ રિલીઝ થઇ રહી છે. આના બે દિવસ પહેલા એટલે કે ૧ ઑગષ્ટનાં તે પોતાનો ૩૧મો જન્મદિવસ મનાવી રહી છે. તાપસીએ આ મુકામ સુધી પહોંચવા ઘણા ખરાબ દિવસો પણ જોયા હતા. એક સમયે તેને બેડ લક હીરોઇન કહેવામાં આવતી હતી. પોતાની શરૂઆતનાં સ્ટ્રગલ વિશે તાપસી જણાવે છે કે, “હું કૉલેજનાં દિવસોમાં મૉડલિંગ દ્વારા એક્સ્ટ્રા પૉકેટ મની ભેગી કરતી હતી. ઝ્રછ્‌ની પરીક્ષામાં ૮૮% માર્ક્સ મેળવ્યા હતા. સ્મ્છ કરવાની જ હતી કે ફિલ્મની ઑફર મળી. ત્યારબાદ મે ૩ ફિલ્મોમાં કામ કર્યું જે ફ્લૉપ રહી.”

તાપસી આગળ કહે છે કે, “મને ફિલ્મોમાં બેડ લકવાળી કહેવામાં આવી. તમને જણાવી દઉ, આ ફિલ્મોમાં મોટા એક્ટર્સ અને ડાયરેક્ટર્સે કામ કર્યું હતુ. પરંતુ ફિલ્મ ફ્લૉપ થવા પર મારા પર બેડ લક લાવવાનો આરોપ લગાવવામાં આવ્યો.” પંજાબી પરિવારની તાપસી પન્નૂએ ૨૦૧૦માં રાઘવેન્દ્ર રાવની તેલુગૂ ફિલ્મ ‘ઝુમ્માણ્ડિ નાંદા’થી પોતાના એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી. તો ફિલ્મ ‘ચશ્મે બદ્દુર’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતુ.

એક ઇન્ટરવ્યૂમાં તાપસીએ કહ્યું કે તેની સાથે પબ્લિકલી છેડતી થઇ ચુકી છે. તાપસીનાં કહ્યા પ્રમાણે, “કેટલાક દિવસ પહેલા હું દિલ્લીમાં એક કીર્તન પર ગઈ હતી. ભીડની વચ્ચે બેઠી તો મને એક આદમીએ પાછળથી ખરાબ ઇરાદે પકડવાની કોશિશ કરી રહી. મે તેની સામે જોયુ પણ નહી, ફક્ત તેની આંગળી પકડી અને એટલી જોરથી ફેરવી કે તે પીડાથી બૂમો પાડવા લાગ્યો.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here