સ્ટાર પ્રિયંકા ચોપડા વધુ એક હોલિવુડ ફિલ્મમાં છે : રિપોર્ટ

0
1001

બોલિવુડ અને હોલિવુડમાં સફળતા હાંસલ કરનાર પ્રિયંકા ચોપડા હવે વધુ એક હોલિવુડ ફિલ્મ કરવા જઇ રહી છે. ફિલ્મમાં તે મુખ્ય રોલમાં નજરે પડનાર છે. હાલમાં પ્રિયંકા ચોપડા પોતાની અંગત લાઇફના કારણે વધારે ચર્ચામાં રહી છે. બીજી બાજુ સલમાન ખાન અભિનિત ફિલ્મ ભારતમાં તેની મુખ્ય  ભૂમિકા હોવા છતાં આ ફિલ્મ છોડી દીધી છે. જેના કારણે તેની ટિકા પણ થઇ રહી છે. એકબાજુ બોલિવુડની અભિનેત્રીઓ સલમાન ખાન સાથે ફિલ્મ કરવાને લઇને ભારે આશાવાદી છે. ત્યારે બીજી બાજુ પ્રિયંકા ચોપડાએ આ ફિલ્મ સ્વીકારી લીધી છે. હોલિવુડની આ નવી ફિલ્મમાં તે ક્રિસ પ્રેટની સાથે નજરે પડનાર છે. આ ફિલ્મનુ નામ કાઉબોય બિન્ઝા વાઉકિંગ રાખવામાં આવ્યુ છે. આ પિલ્મ આ જ નામનથી કોમિક ગ્રાફિક નોવેલ પર આધારિત છે. ફિલ્મની પટકથા એક કાઉન્ટર ઇન્ટેલિજન્સની આસપાસ ફરે છે. જેને સાઇકોથેરાપિસ્ટ ડોક્ટર સેબૈસ્ટિયન દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ એજન્ટોને ટ્રિપલેટ્‌સ નામ આપવામાં આવ્યા છે. કારણ કે તેમના અંદર મલ્ટીપલ પર્સનાલિટી છે. ફિલ્મમાં પ્રેટે એક એવા જ એજન્ટની ભૂમિકા અદા કરી છે. જેની પાસે કાઉબોય, નિઝા અને વાઇકિંગની પર્સનાલિટી છે. ફિલ્મના નિર્દેશક તરીકે માઇકલ મેક્લોરીન છે. જે લોકપ્રિય ગેમ શો ગેમ ઓફ થ્રોન્સ બનાવી ચુક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here