છ શહેરોમાં પાટનગર બન્યા પછી ગાંધીનગર સ્થિર થયું

1407

ગાંધીનગરને રાજ્યમાં છ શહેર બાદ કેપીટલ બનાવાયુ હતુ. જ્યારે મહંમદ તઘલખ પણ શહેર ઉપરથી પસાર થઇ ચૂક્યા હતા. હવે રાજ્યનો ડંકો દેશભરમાં ગુંજી રહ્યો છે.

ગાંધીનગરને પાટનગરનો દરજ્જો આપવામાં આવ્યો તે પહેલા રાજ્યના છ શહેરનો પાટનગર તરીકે દરજ્જો મેળવી ચૂક્યા છે. જેમાં પ્રથમ શરૂ કરતા દ્વારકા, ગીરીનગર (જૂનાગઢ), વલભીપુર (ભાવનગર) અણહિલપુર (પાટણ), સૌરાષ્ટ (રાજકોટ),૧૯૬૦થી ૧૯૭૦ અમદાવાદ અને ૨ ઓગસ્ટ ૧૯૬૫થી ગાંધીનગર રાજ્યનુ પાટનગર જાહેર કરાયુ છે. ત્યારે વિશ્વના હરિયાળા નગરનુ બિરુદ્ધ મેળવી ચૂકેલુ ગાંધીનગર આજે ૫૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યુ છે. કક્કાવારી ઉપર બનાવેલા રસ્તાઓ અને સમચોરસ સેક્ટર, સર્કલોના નગર, કર્મચારીઓની દુનિયા સહિત અનેક નામથી નગર જાણિતુ બન્યુ છે.

મહંમદ તઘલખ પણ વર્ષ ૧૩૪૭મા શહેર ઉપરથી અડાલજ તરફ જવા માટે પસાર થઇ ચૂક્યા છે. શહેરના ૫૩ વર્ષના ઇતિહાસમાં અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો શહેર માટે કલંકરૂપ બની ગયો છે. હવે દેશમાં રેલવે સ્ટેશન ઉપર ફાઇવ સ્ટાર હોટેલ રાજ્યના ઇતિહાસમાં એક કલગી ઉમેરશે. ગાંધીના નામ ઉપરથી બનેલા શહેરમાં એક પણ ગાંધી મંદિર ન હતુ. પરંતુ હવે તેની પણ કમી દુર કરવામાં આવી છે. મહાત્મા મંદિર હાલના સમયમાં દુનિયામાં જાણિતુ બન્યુ છે. આઝાદી બાદ ગાંધીનગરને રાજ્યના પાટનગરનો દરજ્જો મળ્યા બાદ આ શહેર કર્મચારીઓના નગર તરીકે ઓળખાવા લાગ્યું અને ધીમેધીમે પાટનગરમાં આધુનિક માર્ગો તેમ જ ઊંચી ઈમારતો સહિત ગાર્ડન અને અન્ય સુવિધાઓ સાથે શહેર પ્રગતિ પામી રહ્યું છે.

Previous articleગુજરાતમાં ટ્રાફિક નિયમન કરવા ઉચ્ચ અધિકારીઓની ગાંધીનગરમાં મિટિંગ
Next articleગાંધીનગર શહેરના સ્થાપના દિને વૃક્ષ રથનું ગાંધીનગરથી પ્રસ્થાન