ભાવનગર જિલ્લા આહિર સમાજનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો

1897

સિહોર મુકામે ભાવનગર જિલ્લા આહિર સમાજ દ્વારા સમાજના શિક્ષણ અને વિકાસને એક નવી દિશા અપાવના ભાગરૂપે તેજસ્વી તારલાઓને ઈનામ વિતરણ વિશીષ્ટ પ્રતિભા સન્માન તથા આહીર સમાજના સરકારી અને અર્ધસરકારી નોકરી કરતા કર્મયોગીઓની પહેલી વાર માહિતીનું સંકલન કરી તૈયાર કરવામાં આવેલ કર્મયોગી ડિરેકટરીનો વિમોચન સમારોહ રામભાઈ સાંગા (પ્રમુખ ભાવનગર જિલ્લા આહીર સમાજ)ના અધ્યક્ષ સ્થાને સિહોર મુકામે યોજાયો. આ સમારોહમાં પરમ પૂઝય જીણારામબાપુ (મહંત મોંઘીબાબની જગ્યા, સીહોર), પેથાભાઈ આહીર (ડિરેકટર – જીઆઈડીસી- ગુજરાત), ગેમાભાઈ ખમળ (જ્ઞાતિ પટેલ), ડો. ભરતભાઈ ડાંગર (પુર્વ મેયર વડોદરા, ડીરેકટર બેંક ઓફ બરોડા) ડો. ભાનુભાઈ ઢીલા (પ્રોફેસર મહિલા કોલેજ- કડી) તથા ડો. આલાભાઈ ખમળ (નાયબ નિયામક વિકસિત જાતી જામનગર) સમાજના વડીલો, યુવાનો, વિદ્યાર્થીઓ તથા બહેનો તથા વાલીઓએ આ કાર્યક્રમમાં બહોળા પ્રમાણમાં હાજરી આપી કાર્યક્રમ દિપાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનગર જીલ્લા આહિર સમાજની ઈનામ વિતરણ સમિતિએ જહેમત ઉઠાવી સમાજ પ્રત્યેનું પોતાનું રૂણ અદા કરેલ છે.

Previous articleનાગેશ્રી ગામે અતિવૃષ્ટીને લઈને સર્જાયેલ  નુકશાન અંગે સત્વરે વળતર ચુકવવા માંગ
Next articleરાજુલા – જાફરાબાદ હેલ્થ વિભાગના કર્મચારીનો વિદાય સમારોહ યોજાયો