કલાપથનાં મનુભાઈ દિક્ષિત પુત્રીને મળવા પોલેન્ડ જશે

1258

સોનગઢ જેવા નાના ગામમાં ગુરૂકુળ હાઈસ્કુલના માધ્યમથી દિક્ષિત દંપત્તિએ શિક્ષણ રૂપી સેવાનો ભેખ ધરી, ધર્મ, કલ્યાણ અને સેવાના કર્મથી, રોટલા અને ઓટલાને સદા ખુલ્લો મુકી, સામાજિક, ધાર્મિક, રાજકીય અને શૈક્ષણિક રીતે અભૂતપૂર્વ માન, સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલ છે. જનસંઘના જુના કાર્યકર, સિહોર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને શિક્ષણવિદ મનુભાઈ દિક્ષિત (ડીગાજી)અને સંતશ્રધ્ધા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગુરૂકુળ હાઈસ્કુલ સોનગઢના પૂર્વ શિક્ષિકા પૂર્ણિમાબેન દીક્ષિતે પોતાના સંતાનોને શિક્ષણ, કળા અને સમાજ જીવનની યોગ્ય શિક્ષા દીક્ષા થકી તેઓએ વાલી તરીકેની સેવા સુપેરે બજાવી કલા જગતમાં  કલાપથ સંસ્થાના માધ્યમથી અનેરૂ યોગદાન આપેલ છે.

ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ઈન્ડિયન એમ્બસી પોલેન્ડ ખાતે તેમના દીકરી જીજ્ઞાનું કલ્ચરલ પ્રતિનિધી તરીકે નિમણુંક થયેલ છે. દીકરી જીજ્ઞા અને જમાઈ સંગીતકાર જીજ્ઞેશ શેઠને ને વોરસો પોલેન્ડ ખાતે મળવા આગામી તા.૮-૮-૨૦૧૮નાં રોજ પ્રયાણ કરશે.

Previous articleરાજુલા – જાફરાબાદ હેલ્થ વિભાગના કર્મચારીનો વિદાય સમારોહ યોજાયો
Next articleકોઈપણ વિસ્તારની પ્રગતિ તેનાં ઔદ્યોગિક વિકાસ પર નિર્ભર હોય : ચેમ્બર પ્રમુખ