કોઈપણ વિસ્તારની પ્રગતિ તેનાં ઔદ્યોગિક વિકાસ પર નિર્ભર હોય : ચેમ્બર પ્રમુખ

0
547

જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ભાવનગર અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સંયુક્ત ઉપક્રમે ‘ઝિરો ડીફેકટ ઝીરો ઈફેક્ટ’એમ.એસ.એમ.ઈ ઈન્સેન્ટીવ સ્કીમ અને ઈઝ ઓફ ડુંઈગ બિઝનેસ અંતર્ગત માર્ગદર્શક સેમીનારનું આયોજન કરવામાં આવેલ હતું.

કાર્યક્રમના પ્રારંભમાં ચેમ્બર પ્રમુખ સુનીલભાઈ વડોદરીયાએ શાબ્દિક સ્વાગતની સાથે સાથે જણાવેલ કે કોઈપણ વિસ્તારની પ્રગતી તેના ઔદ્યોગિક વિકાસ ઉપર નિર્ભર હોય છે. આ સેમિનાર દ્વારા આપવામાં આવનાર એમ.એસ.એમ.ઈ માટેની વિવિધ યોજનાઓ અને ખાસ કરીને ઝેડની જાણકારી ઉદ્યોગ સાહસીકો માટે ખુબજ ઉપયોગી નીવડશે.

કાર્યક્રમના મુખ્ય વકતા ક્વોલીટી કાઉન્સીલ ઓફ ઈનડીયાના ડાયરેકટર માણીક ગુપ્તાએ ઝેડ એટલે કે ઝીરો ડીફેક્ટ ઝીરો ઈફેક્ટ વિશે વિસ્તૃત જાણકારી આપતા જણાવેલ કે જે પ્રોડેકટની ગુણવત્તા સારી હોય અને પર્યાવરણને કોઈ હાની પહોચતી ન હોય તે પ્રોડેકટ આ સર્ટીફીકેશન માટે માન્ય થઈ શકે હાલમાં આ સ્કીમ ફક્ત ઉત્પાદન કરતા એકમો માટે છે. આ માટે એમ.એસ.એમ.ઈ એકમોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એમ.એમ. પંડ્યાએ સરકાર દ્વારા ઉદ્યોગકારોને મળતા લાભ ઉપરાંત ભાવનગર જિલ્લામા ઉદ્યોગકારો માટે રહેલ વિપુલ તકો વિશે વિસ્તૃત જાણકારી આપેલ. ઉદ્યોગ અધિકારી એચ.જે. વિકાણીએ લઘુ ઉદ્યોગોને સરકાર દ્વારા મળતા વિવિધ લાભો જેવા કે કેપીટલ સબસીડી, વ્યાજ સહાય, ગુણવત્તા, એનર્જી ઓડીટ અને વીજળી કનેકશન મેળવવા માટેના ખર્ચમાં મળતી સહાય વગેરે અગે વિસ્તૃત જાણકારી આપેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here