“ફન્ને ખાં” ૩ ઓગષ્ટે જ રીલીઝ થશે સુપ્રિમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

0
621

એશ્વર્યા રાય બચ્ચન,અનીલ કપુર અને રાજકુમાર રાવની “ફન્ને ખાં” હવે તેની નિયત તારીખે રીલીઝ થશે.જાણીતા પ્રોડ્યુસર વાસુ ભગનાનીએ “ફન્ને ખાં”ની રીલીઝની તારીખ પર રોક લગાવવા માટે માંગણી કરી હતી જો કે હવે સુપ્રીમ કોર્ટે વાસુ ભગનાનીની ફિલ્મની રિલીઝ ડેટ પર રોક લગાવવાની અરજીને બરતરફ કરી છે.કોર્ટના આદેશ અનુસાર “ફન્ને ખાં”ને નક્કી કરેલ એટલે કે ૩ ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે.

આ આખો વિવાદ ફિલ્મના ડિસ્ટ્રીબ્યુશન રાઈટ્સ સાથે જોડાયેલો છે. પ્રોડ્યુસર વાસુ ભગનાનીનો આરોપ છે કે “ફન્ને ખાં” ના નિર્માતાઓએ તેમની કંપની સાથે કેટલાંક કરાર કર્યા હતા,જેનો ભંગ કરવામાં આવ્યો છે.વાસુ ભગનાનીનું કહેવું છે કે “ફન્ને ખાં” ના  ડિસ્ટ્રીબ્યુશન રાઈટ્સ તેમની કંપની પૂજા એન્ટરટેઇનમેન્ટએન્ડ ફિલ્મસ લિમિટેડેને આપવામાં આવ્યા હતા. સાથે સાથે ફિલ્મમાં તેમને કો-પ્રોડ્યુસર તરીકેમી  ક્રેડિટ આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ હવે એગ્રીમેન્ટનું પાલન કરવામાં નથી આવી રહ્યું.

વાસુ ભગનાનીની પૂજા ફિલ્મસ પાસે “ફન્ને ખાં” ના દેશભરમાં ડિસ્ટ્રીબ્યુશનના રાઈટ્સ હતા. ડીસેમ્બર ૨૦૧૭માં મુવીના કો-પ્રોડ્યુસર ક્રિઅર્જ એટરટેનેમેન્ટ અને પુજા ફિલ્મ્સ ડીસ્ટ્રીબ્યુશનને લઇને ર્સ્ેં પણ સાઈન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here