પરિણિતી અને સિદ્ધાર્થ ફરી એકસાથે ચમકશે : અહેવાલ

1005

ફિલ્મ હસી તો ફસી સ્ટાર સિદ્ધાર્થ મલહોત્રા અને પરિણિતી ચોપડા ચાર વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર એક સાથે ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યા છે. બંને કઇ ફિલ્મમાં કામ કરશે તેને લઇને હજુ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મનુ નામ હજુ રાખવામાં આવ્યુ નથી. જો કે એકતા કપુર આ ફિલ્મ બનાવવા જઇ રહી છે. જેમાં આ બંનેની હોટ જોડી સાથે નજરે પડનાર છે. એકતા કપુર અને શૈલેશ આર સિંહના પ્રોડક્શન હેઠળ આ ફિલ્મ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો આ ફિલ્મ સાથે સંબંધિત તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. સિદ્ધાર્થ અને પરિણિતી આગામી સપ્તાહમાં જ પોતાની આ ફિલ્મ માટે શુટિંગ કરનાર છે. સૌથી પહેલા ઉત્તરપ્રદેશમાં આ  ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરણબીરની ફિલ્મમાં તે વિલન તરીકે છે : મૌની રોયનો દાવો