BSNL ખાનગી કંપની સામે બાથ ભીડવા તૈયાર : સૌથી સસ્તા દરની સેવાઓ જાહેર કરી

1705

બીએસએનએલ ટેલીકોમ કંપની દ્વારા ટેલીકોમ જગતમાં ચાલી રહેલ ગળાકાપ સ્પર્ધાને ધ્યાને લઈને પોતાનું અસ્તિતત્વ ટકાવી રાખવા માટે અનેક ફેરફારો સાથે ગ્રાહકોને આકર્ષવા માટે અનેક સસ્તા દરની સેવાના પ્લાનો જાહેર કર્યા છે.

ભારતની સ્વદેશી સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ દેશની સૌથી જુની ટેલીકોમ કંપની છે. આ કંપનીના મોટાભાગના ગ્રાહકો ગ્રામ્ય પંથકમાં છે પરંતુ વર્તમાન સમયે વોડાફોન, ભારતી એરટેલ, રિલાયન્સ જીયો, આઈડીયા સહિતની અન્ય ખાનગી કંપની સામે સીધી જ સ્પર્ધા ચાલી રહી છે ત્યારે વર્ષો જુની આ કંપની પોતાનું અસ્તિતત્વ ટકાવી રાખવા અને ગ્રાહકોને આકર્ષવા માટે સમય સમયાંતરે અલગ-અલગ ટેરીફ પ્લાનની જાહેરાત કરે છે જે અન્વયે હાલ પણ અન્ય ટેલીકોમ કંપનીની તુલનાએ બીએસએનએલ સૌથી સસ્તા દરે સેવા પ્રોવાઈડ કરી રહી છે. ગ્રાહકોના મનમાં સ્વદેશી કંપનીના પ્લાન તો ઉતરે છે પરંતુ અદ્યતન સેવા આપવામાં ઉણપ રહેતી હોવાની ફરિયાદો વર્ષોથી વ્યાપક બનેલી છે. આ માનસિક્તા બદલવા માટે પણ કંપનીએ ઝડમુળમાંથી ફેરફાર કર્યા છે. આવા દરજ્જાની ઈન્ટરનેટ સેવા આકર્ષક અને ગરીબ વર્ગ-મધ્યમ વર્ગને પરવડે તેવા ફેમેલી પ્લાન પણ જાહેર કર્યા છે. ભાવનગર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ કેબલલેસ બ્રોડબેન્ડની સેવાઓ શરૂ કરવામાં આવી છે. લેન્ડલાઈન, મોબાઈલ ડેટા સહિત અનેક પ્લાન ઉપલબ્ધ છે. આ સ્વદેશી કંપનીને અપનાવવા બીએસએનએલ દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

Previous articleગૌરક્ષક રાજુભાઈ રબારીના હત્યારાઓને ઝડપી લેવા કામધેનુ ગૌ સેવાની માંગણી
Next articleસરદાર આર્ટ ગેલેરી ચિત્ર પ્રદર્શન