ગુડા દ્વારા પાર્કીંગની જગ્યા ખોલવા ૩૪ પાકા દબાણો હટાવ્યા : મનપા કયારે કાર્યવાહી કરશે

1114

હાઇકોર્ટે હુકમ કર્યા બાદ સીધા મુખ્યમંત્રીએ જ અધિકારીઓને બોલાવીને પ્રજાને પડતી હાલાકીનું નિરાકરણ લાવવા કહેવુ પડ્‌યુ હતુ.

આખરે શુક્રવારથી મેદાને ઉતરી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળના અધિકારીઓ સહિતની ટુકડીએ શનિવારે બીજા દિવસે પણ કોબા, ગાંધીનગર રોડ પર નાગરિકોની સલામતી માટે બાંધવામાં આવેલા સર્વિસ રોડ પર વાણિજ્ય ઇમારતોમાં વેપારીઓ દ્વારા ર્પાકિંગની જગ્યામાં ખડકી દેવાયેલા ૩ પાકા સહિત શેડ સહિતના વધુ ૩૪ દબાણ તોડી પાડ્‌યા હતા.

પાટનગરમાં વાણિજ્ય વિસ્તારોમાં ર્પાકિંગની સમસ્યાએ નવી વાત નથી. પરંતુ મનપા પાકા દબાણો હટાવવાની કામગીરી શેહશરમ મુકીને કયારે કરશે તેની નગરજનો રાહ જોઈ રહ્યા છે.

ગુડાના સિનિયર પ્રવર નિયોજક આર એમ પટેલના જણાવવા પ્રમાણે જે શેડ અને એંગલ સહિતના દબાણ હટાવાયા તેમાં મયુર ઓટો મોબાઇલ, શિવ ઓટો, કેશર ફેબ્રિકેટ્‌સ, જ્હાનવી ફ્‌લોર ફેકટરી, શ્રીજી ફેબ્રિકેશન, શિવનાથ કોર્પોરેશન, ચામુંડા પસ્તી ભંડાર, અમુલ પાર્લર, મારૂતિ સિરામિક, તિરૂપતિ હાર્ડવેર, સાંઇ ઇલેકટ્રોનિક્સ, માધવ એન્ટરપ્રાઇઝ, ગાયત્રી ટ્રેડર્સ, ઉમા પ્લાયવૂડ, ચિરાગ ઝેરોક્સ, ઓમ જ્વેલર્સ સહિતના વેપારી એકમો દ્વારા કરવામાં આવેલા વિવિધ દબાણ તોડી પાડવામાં આવ્યા હતા.

ખાસ કરીને ધોળાકુવાથી કોબા સુધીના માર્ગ પર મોટી સંખ્યામાં બંધાયેલા કોમર્શિયલ કોમ્પલેક્સમાં દુકાનો લેનારા વેપારીઓ દ્વારા ર્પાકિંગની જગ્યામાં દબાણ કરી દેવાયા હતા. તે તમામને હટાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત બન્ને બાજુની સોસાયટીઓના મુખ્ય માર્ગ પર આવેલી દુકાનો આગળ કરી દેવાયેલા શેડ પ્રકારના દબાણો પર હથોડો પછાડાયો હતો. ૩ જેસીબી મશીન, તથા ૩૦ માણસોના કાફલા સાથે અધિકારીઓ દ્વારા ડિમોલીશ કામ કરવામાં આવ્યુ હતુ.

સર્વિસ રોડ અને અંદરના મુખ્ય માર્ગો પર ગુડા દ્વારા દબાણ ખસેડીને ર્પાકિંગની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. ત્યારે ગુડાના મુખ્ય કારોબારી અધિકારી જી સી બ્રહ્મભટ્ટે કહ્યું કે આ જગ્યાઓ પર નવેસરથી દબાણ કરનારા સામે દંડનિય કાર્યવાહી કરાશે તેવી તંત્ર દ્વારા ચિમકી આપવામાં આવી છે.

Previous articleમાણસા શહેરમાં રખડતાં ૧૦૬ ઢોરને ડબ્બે પુરી દેવામાં આવ્યા
Next articleમનપા દ્વારા મહિલા નેતૃત્વ દિવસ અને મહિલા આરોગ્ય દિવસની ઉજવણી