મનપા દ્વારા મહિલા નેતૃત્વ દિવસ અને મહિલા આરોગ્ય દિવસની ઉજવણી

1025

ગાંધીનગર મનપાએ મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે મહિલા નેતૃત્વ દિવસ અને મહિલા આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર મનપાના મ્યુનિસિપલ નાયબ કમિશનર જે. બી. બારૈયા, કોર્પોરેટર વર્ષાબેન જહા, હર્ષાબા ધાંધલ, નીલાબેન શુકલ, પ્રવિણાબેન વોરા, પ્રવિણાબેન દરજી, મીનાબેન વાઘેલાએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં વકતા દ્વારા મહિલાઓને બદલતા સમયમાં શુ કરવું તે અંગે માર્ગદર્શન પુરુ પડાયું હતું અને સાહિત્યથી સરંક્ષણ સુધીની માહિતી અપાઈ હતી.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના મનપાના પીએચસી સેન્ટરનાં મહિલા કર્મચારીઓને બીમારી લક્ષી આરોગ્ય વિષયની તપાસ જેવી તાલીમ મનપા મેડિકલ ઓફીસર કે. આઈ. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પુરુ પાડવામાં આવ્યું હતું.

Previous articleગુડા દ્વારા પાર્કીંગની જગ્યા ખોલવા ૩૪ પાકા દબાણો હટાવ્યા : મનપા કયારે કાર્યવાહી કરશે
Next articleગાંધીનગર મહેસુલી ચિંતન શિબીરની પૂર્ણાહુતિ