કુંઢેલી ગામે તેજસ્વી છાત્રોને ઈનામ વિતરણ કરાયું

0
685

તળાજા તાલુકાના કુંઢેલી ગામે ભરવાડ સમાજ શૈક્ષણિક મંડળ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનોને સન્માનિત કરવાનો અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કુંઢેલી ગામ ખાતેના પ્રસિધ્ધ ઠાકરદ્વારા મંદિર ખાતે ધોરણ ૮ થી ૧રમાં ઉજ્જવળ પરિણામ લાવનારા આશરે ત્રણસો ઉપરાંત વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથોસાથ શૈક્ષણિક કારકિર્દીમાં વિશિષ્ઠ સિધ્ધિ પ્રાપ્ત કરનારા યુવાનોનું પણ સન્માન આ તકે થયું હતું. ભરવાડ સમાજના અભ્યાસરત બાળકોને પ્રગતિ માટે પ્રોત્સાહિત કરતા આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here