બરવાળાના રોજીદ ગામ પાસે ટ્રક અને પોલીસ કાર વચ્ચે અકસ્માત : પાંચને ઈજા

0
1787

બરવાળાના રોજીદ ગામ પાસે અમરેલી એલસીબી પોલીસની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ પોલીસ કર્મીઓને લોહીયાળ તેમજ મુંઢ ઈજાઓ પહોંચી હતી. આ બનાવની જાણ થતા જ બરવાળા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોને બરવાળા ઈમરજન્સી ૧૦૮ દ્વારા ધંધુકા આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે બરવાળા પોલીસ મથકમાંથી મળતી વિગત અનુસાર, ધંધુકા-બરવાળા હાઈવે ઉપર આવેલ રોજીદ ગામ પાસે તા.૪-૮ના રોજ રાત્રિના ૧૧-૩૦ વાગ્યાના અરસામાં ધંધુકા તરફથી આવી રહેલી ટાટા સુમો કાર નં.જીજે૧૪ જીએ ૦૧ર૯ (પી-૧૧) સાથે બરવાળા તરફથી આવી રહેલ ટ્રક નં.જીજે૪ ડબલ્યુ પ૦૩૪ વચ્ચે અકસ્માત સર્જાતા ટાટા સુમો કાર રોડની સાઈડમાં ખાળીયામાં ઉતરી જતા કારમાં અમરેલી એલસીબી શાખાના પોલીસ કર્મીઓ સી.જે. ગોસ્વામી (પોલીસ ઈન્સ.), ડી.કે. વાઘેલા (પોલીસ સબ ઈન્સ.), યુવરાજસિંહ ભુપતસિંહ ગોહિલ (પો.કો.), ઘનશ્યામસિંહ નાથુભાઈ, અજયભાઈ મુકેશભાઈ સોલંકીને લોહીયાળ તેમજ મુંઢ ઈજાઓ પહોંચતા ઈમરજન્સી ૧૦૮ દ્વારા સારવાર અર્થે ધંધુકા આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર મળી ગયા બાદ ગંભીર ઈજાઓ પામેલ. પોલીસ કર્મીઓને વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે યુવરાજસિંહ ભુપતસિંહ ગોહિલ (પો.કો. એમ.ટી. શાખા)એ બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બરવાળા પોલીસે આરોપી જીજે૪ ડબલ્યુ પ૦૩૪ના ફરાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ જે.પી. રાણા (પો.ઈ.) બરવાળા પો.સ્ટે. ચલાવી રહ્યાં છે. આ અંગે અત્રે ઉલ્લેખનિય વિગત અનુસાર અમરેલી એલસીબી શાખાના પોલીસ કર્મીઓ વડોદરા ખાતે તપાસના કામે ગયેલા હતા. જે તપાસનું કામ પૂર્ણ કરી અમરેલી પરત ફરતા બરવાળાના રોજીદ ગામ પાસે ટ્રક અને ટાટા સુમો કાર વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચી હતી. આ બનાવ બનતા પોલીસ કર્મીઓને ઈજાઓ પહોંચી હતી. આ બનાવ બનતા જ આજુબાજુની હોટલના લોકો તેમજ બરવાળા પોલીસના કર્મીઓ બચાવ કામગીરીમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here