દ. ગુજરાતમાં મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ, ૮મીથી ભારે વરસાદની આગાહી

1923

દક્ષિણ ગુજરાતમાં શનિવારે વલસાડ અને ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ફરીથી પધરામણી કરતાં લોકોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો. સાપુતારામાં ૫.૩૨ ઇંચ વરસાદ પડતા બધે પાણી ભરાઇ ગયા હતાં. અંબિકા નદીમાં ધાડાપુર આવતાં ૧૦થી વધુ કોઝવે કમ પુલો ઉંડા પાણીમાં ગરક થઇ ગયા હતાં. ૨૦થી વધુ ગામો સંપર્ક વિહોણા થઇ ગયા હતાં. ગઇકાલે સવારે ૬ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધીમાં આહવામાં ૧.૬ ઇંચ, વઘઈ ૧૯ મિમી, સુબિર ૧૨ મિમી વરસાદ નોંધાયો છે. વલસાડ કપરાડામાં ૪.૨૬ ઇંચ, ધરમપુરમાં ૨.૨૮, પારડીમાં ૧.૧૬ જ્યારે વાપી અને વલસાડમાં અડધો અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે યુપી, પંજાબ, મધ્ય-પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઉત્તર આંધ્રપ્રદેશ, બિહારના અનેક વિસ્તારો તેમજ ગુજરાત પર અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે ૮ અને ૯ ઓગસ્ટ ભારે વરસાદની આગાહી છે. શનિવારે સવારથી ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત આહવા, શામગહ પંથકમાં ધોધમાર વરસાદ પડતાં સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.  જેમાં ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદના પગલે આ પંથકોનાં ગામડાઓને સાંકળતા નાળા, કોતરડાઓ અને ઝરણાંઓ અખૂટ પાણીથી ભરાયા હતાં.

Previous articleવડાપ્રધાન મોદી ર૩મીએ ગુજરાતમાં
Next articleગુજરાતમાં ગોઝારા અકસ્માતોમાં ૧૦ના મોત, ૪૨ ઘાયલ