તા.૦૬-૦૮-ર૦૧૮ થી ૧૨-૦૮-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય

0
1209

મેષ (અ.લ.ઈ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોની પ્રતિકુળ અસર આપી શકે છે. તેમ છતાં સ્પતાહના અંતથી પવિત્ર શ્રાવણસ માસની શુભ શરૂઆત ધીમી ગતીએ કાર્ય સફળતાના યોગ જરૂરી આપશે પણ ત્યાં સુધીદરેક કાર્યો અને મહત્વના નિર્ણયોમાં સાવધાની રાખવી જરૂરી છે. મિલ્કત અને વિલવારસના કાર્યોમાં સહીસિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશે. આપના માટે બુધવારના વર્ત અને નિત્ય સુર્યને અૃધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના કપરા સમયમાં પણ કાર્ય સફળતાના યોગ આપે છે. સ્વ પરાક્રમ દ્વારા કરેલા દરેક કાર્યો સફળ થઈ શકે છે. આળસ વૃત્તિ અને ચંચળ સ્વભાવ ઉપર નિયંત્રણ રાખશો તો સમયનો સદઉપયોગ કરી શકશો. એકાગ્રતા કેળવવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મીત્રો આપનામ ાટે ગોચર ગ્રહોનું ભ્રમણ હજુ આ સપતાહમાં પણ મૌન બનીને માત્ર કાર્યો તરફ જ ધ્યાન આપવાનું સુચવે છે. સપ્તાહના અંતથી શ્રાવણ માસની શુભ શરૂઆત આપને મંગળ કેતુના     અશુભ બંધનયોગમાં પણ કાર્ય સફળતા આપશે માત્ર કાર્યોમાં એકાગ્રતા કેળવવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ લાભદાયી રહેશે. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરીસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે.  યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે.  બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆત યથાવત કાર્યભાર આપી રહેશે પણ શ્રવણ માસના શુભ પ્રારંભથી સુર્યગ્રહનું ધન સ્થાનનું ભ્રમણ કાર્ય્‌ સફળતા અને નવી આશાનું કિરણ આપશે, તેથી કાલ્પનીક ભયનો ત્યાગ કરવાથી જ લાભ રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અન્યની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ ઉપયોગીબ નશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જોહર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટક ચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. આપના માટે સોમવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ  કરવાથી લાભ રહેશે.  બહેનો અને  વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

સિંહ (મ.ટ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ હજુ રાહુ અને સુર્યગ્રહનો બંધનયોગ અશુભ ફળ આપે છે. સપ્તાહના અંતથી શ્રાવણ માસના શરૂઆતના દિવસોમાં રાશી પત્તી સુર્ય આપની રાશીમાં ભ્રમણ કરશે જે આપના માટે શુભ થશે ત્યાં સુધી આર્થિક માનસિક અને શારીરિક ત્રણેય રીતે સાચવવું જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહીસક્કામાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના કપરા સમયમાં પણ કાર્ય સફળતાના યોગ મળે છે. તેથી સમય શક્તિનો સહ ઉપયોગ કરશો તો જ શ્રાવણ માસના ધાર્મિક તહેવારોનો આનંદ મેળવી શકશો. કારણ ભવિષ્યમાં જ બંધનયોગમાં વૃધ્ધી થઈ શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે.  પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદર હેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શની ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મંગળ કેરી ગ્રહના બંધનયોગમાં પણ કાર્યસફળતાના યોગ મળે છે. નસીબના સહકારે યેનકેન પ્રકારે સફળતા મળતી રહેશે માત્ર રાશીપતી શુક્ર વ્યય સ્થાનમાં છે તેથી મોજશોખ અને આળસ વૃત્તિમાં સમય શક્તિનો દુર ઉપયોગ થઈ શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડિોલનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ વક્રી શનિ અને ગુરૂગ્રહનો બંધનયોગ અશુભફળ અને માનસિક અશાંતી જરૂર આપે છે. પણ શ્રાવણ માસની શરૂઆત આપના માટે શુભ રહેશે. શ્રધ્ધા વિશ્વાસમાં વૃધ્ધ થશે. ઈશ્વરના આર્શીવાદ મળશે સાથે કાર્ય સફળતાના યોગ પણ મળશે. મિલ્કત અનં વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરીસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વર્ત અને ગ ુરળગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતી અને સુર્ય રાહુ બુધનો બંધનયોગ આર્થિક માનસિક અને શારીરીક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે. મિત્રો શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે તેથી સંપુર્ણ માસ ઈશ્વરની ભક્તિ કરવાથી જ કાર્ય સફળતા મળી શકશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડિલોનું આરોગ્ય ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ વધુ મહેનતે થોડી સફળતા આપવાનું કાર્ય કરે છે. તેથી જીદ્દી સ્વભાવ અને ઉતાવળા સાહસો ન કરવા જરૂરી છે. સમયનો સદઉપયોગ કરીને મહત્વના કાર્યોનું નિરાકરણ લાવવામાં જ ભલાઈ છે. નહીંતો ભવિષ્યમાં જ અશુભ સમય મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોથી લાભ રહેશે.ે પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે.  કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને બજરંગ બાણના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મંગળ કેતુનો બંધનયોગ અને સુર્ય રાહુનો ગ્રહણયોગ ન સમજાય ન સહેવાય તે પરિસ્થિતિનું નિર્માણ કરે છે. આ સમય કાર્ય સફળતા મેળવવા માટે દરેક વ્યકિત સાથે આદર અને સહકારની ભાવના કેળવવી જરૂરી છે.  મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરીસ્થીતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતાનું આવરણ મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી  માટે કપરો સમય મળી શકે છે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહનો ભ્રમણ દિન પ્રતીદિન કાર્ય સફળતાના યોગ આપે છે. પવિત્ર શ્રાવણ માસ ભક્તિ ભાવથી ઉજવી શકશો. નવા કાર્યોની શરૂઆત પણ શુભ રહેશે. માત્ર ગુરૂ ગ્રહનો બંધનયોગ અશુભ છે. તેથી અન્યની સલાહથી લાભ રહેશે.  મિલ્કત અને વારસાઈ કાર્યોનુંન રિાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here