ખુબ સુરત કેટ વિન્સલેટની પાસે હાલમાં ત્રણ ફિલ્મ છે

0
782

ઓસ્કાર વિજેતા અભિનેત્રી ખુબસુરત કેટ વિન્સલેટ પાસે હાલમાં ત્રણ ફિલ્મો હાથમાં રહેલી છે. તેની પાસે જે ફિલ્મો હાથમાં છે તેમાં અવતારની સિક્વલ ફિલ્મનો સમાવેશ થાય છે. અવતાર ફિલ્મ ૨૦૦૯માં રજૂ કરવામાં આવી હતી. જે રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. સિક્વલ ફિલ્મ વર્ષ ૨૦૨૦માં રજૂ કરવામાં આવનાર છે. તે અન્ય કેટલીક વિજ્ઞાન ફિલ્મમાં પણ કામ કરી રહી છે.

કેટ વિન્સલેટ ટાઇટેનિક ફિલ્મ મારફતે રાતોરાત સુપરસ્ટાર બની હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. કેટ વિન્સલેટે કહ્યુ છે કે   ટાઇટેનિક સ્ટાર સાથે તેની મિત્રતા હજુ પણ અકબંધ રહી છે. બન્ને સાથે કામ કરવા માટે પણ ઇચ્છુક છે. તેમની વચ્ચે મિત્રતા હજુ અકબંધ રહી છે. જેમ્સ કેમરૂનની ટાઇટેનિક ફિલ્મમાં આ જોડી નજર પડ્યા બાદ વિશ્વભરમાં છવાઇ ગઇ હતી. તેમની જોડીને સૌથી વધારે પસંદ કરવામાં આવી હતી. ટાઇટેનિક ફિલ્મ ફિલ્મ ઇતિહાસમાં હજુ સુધીની સૌથી મોટી હિટ ફિલ્મ પૈકીની એક ફિલ્મ છે. બન્નેની જોડી ત્યારબાદ એક દશક પછી રિવોલ્યુશનરી રોડમાં દેખાઇ હતી. આ ફિલ્મ પણ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. કેટ વિન્સલેટે માહિતી આપતા કહ્યુ છે કે તેઓ હાલમાં કોઇ પ્રોજેક્ટ એક સાથે ધરાવતા નથી. જો કે ભવિષ્યમાં કોઇ ફિલ્મ આવશે તો તે ચોક્કસપણે કરશે. કેટ આશાવાદી બનેલી છે.  લિયો અને કેટની જોડી ટાઇટેનિકમાં જોરદાર રીતે રજૂ થયા બાદ અનેક ફિલ્મ નિર્માતા અને નિર્દેશક દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા. જો કે સફળતા હાથ લાગી ન હતી.  હવે ફરી વાર પ્રયાસ કરવામાં આવી શક છે. કેટ વિન્સલેટ  ફિલ્મી કેરિયરમાં અનેક યાદગાર ફિલ્મમાં કામ કરી ચુકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here