કુંભારવાડામાં માખી મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દવા છંટકાવ કરવા માંગણી

1515

 

ભાવનગર,તા.૬

ભાવનગર શહેરના કુંભારવાડાના અમર સોસાયટી ગોકુલનગર ડ્રાઈવર કોલોની અને તેની આજુબાજુના વિસ્તારોમાં હાલ ચાલી રહેલ ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે જાહેર રોડ તેમજ લોકોના ઘરોમાં માખીઓનો ઉપદ્રવ જોવા મળે છે અને માખીઓના કારણે રોગચાળાની સંભાવનાઓ વધી જતી હોય તેથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા માખીઓના ઉપદ્રવને અટકાવવા દવા છંટકાવ કરવામાં આવે તેવી તેવી મહાનગરપાલિકા દ્વારા માખીઓના નાશ માટે દવા છંટકાવ કરવામાં આવતો હતો પરંતુ હાલમાં દવા છંટકાવની કાર્યવાહી આજદિન સુધી ચાલુ કરવામાં આવેલ નથી તેમજ મચ્છરોનો ઉપદ્રવ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે તેનાથી મલેરિયાના રોગોનો ફેલાવો થઈ રહ્યો છ.ે આથી તત્કાલ ડોર ટુ ડોર સાંજના સમયે ફોકસીંગ કરાવવામાં આવે તો લોકોના આરોગ્ય માટે સલામતીનું પગલુ ગણાશે.

Previous articleડિમોલિશન-ગેરકાયદે પાર્કિંગ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ખુબ જ આક્રમક
Next articleકાર્ટન સ્કવેરનાં ચોથા માળેથી, પોસ્ટ કર્મચારીની મોતની છલાંગ