તહેવારો ટાણે તેલના ભાવ વધતા ગૃહીણીઓનું બજેટ ખોરવાયું

1410

રાજ્યમાં હવે તહેવારોને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગૃહિણીઓના બજેટને ઝાટકો વાગે તેવો આંચકો આપ્યો છે.

તહેવાર સામે આવતા જ સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવ વધારવામાં આવ્યો છે. હાલ મળતા અહેવાલ મુજબ સિંગતેલમાં ડબ્બે ૭૦નો અને કપાસિયા તેલમાં ૪૦ના વધારો ઝિંકવામાં આવ્યો છે.

તેલના ભાવ વધતા રાજ્ય સરકારની ચિંતા વધી છે, આગામી દિવસોમાં ઓઈલ મિલર્સ સાથે બેઠક થઈ શકે છે, આ બેઠકમાં મંત્રી જયેશ રાદડિયા સમીક્ષા કરશે. તેલના ભાવમાં વધારોનું કારણ કાચામાલની અછતના પગલે વોશ મોંઘુ થવાનું દર્શાવવામાં આવી રહ્યું છે.

આ સાથે અગાઉ તમે સાંભળ્યું હશે કે તહેવાર ટાણે સંગ્રહખોરો અગાઉથી મોટો માલ ખરીદીને તેનો સંગ્રહ કરી લેતા હોય છે, જેના કારણે મોટી અછત ઉભી થાય છે. હાલ જાણવા મળતી માહિતી પ્રમાણે, સિંગતેલના ડબાનો ભાવ રૂ.૧૫૨૦ થી વધી રૂ.૧૫૪૦ થયો છે, જ્યારે કપાસિયાનો ભાવ ૧૩૬૦થી વધી ૧૩૮૦ થયો છે. તેલના ભાવ વધતા રાજ્ય સરકારની ચિંતા વધી ગઈ છે.

Previous articleOBC આયોગને બંધારણીય મંજુરી અપાતા ભાજપ દ્વારા આતશબાજી
Next articleજાંપોદર ગામે હીરાભાઈ સોલંકીના પ્રયાસોથી વિકાસની હારમાળા થઈ