બાયો મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરાતો નથી : તંત્રનું મૌન

1023

હોસ્પિટલોમાં બાયોમેડિકલ વેસ્ટ અંગે ખાસ પ્રકારની ગાઇડલાઇન હોય છે તે પ્રમાણે જ હોસ્પિટલ સંચાલકોએ વેસ્ટનો નિકાલ કરવાનો હોય છે ગમે ત્યાં કે સામાન્ય કચરાપેટીમાં પણ તે ફેંકી દેવાતો નથી ત્યારે બે દિવસ પહેલા સે-૧૬ની ખાણીપીણી બજાર પાસે ખુલ્લામાં જ બાયોમેડિકલ વેસ્ટ વેરવિખેર જાહેરમાં જ જોવા મળ્યો હતો જેને લઇને સ્થાનિક તંત્ર દોડતું થઇ ગયું હતું જો કે, નજીકની હોસ્પિટલોમાં તપાસ કરીને આ બેજવાબદાર સંચાલકને નોટિસ પણ ફટકારવામાં આવી છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ વેસ્ટનો યાગ્ય અને પધ્ધતિસરનો નિકાલ કરવામાં આવતો ન હતો જેને લઇને પ્રદુષણ નિયંત્રણ બોર્ડે પણ સિવિલ સત્તાવાળાઓના કાન આંબળ્યા છે ત્યારે પાટનગરની ખાનગી હોસ્પિટલ અને ક્લિનીક પણ મેડિકલ વેસ્ટના નિયમનો સરેઆમ ભંગ કરે છે જે અંગે તાજેતરમાં સે-૧૬ ચોપાટી પાસે ખુલ્લામાં સરીંજ સહિત અન્ય બાયોમેડિકલ વેસ્ટ કચરામાં પડયો હતો જાગૃત નાગરિકે ધ્યાન દોરતા સ્થાનિક તંત્ર દોડતું થઇ ગયું હતું અને આ વેસ્ટ કોનો છે તે પણ નજીકની હોસ્પિટલોમાં તપાસ કરીને જાણી દેવામાં આવ્યું હતું જેમાં આ બાયોમેડિકલ વેસ્ટ નજીકની જ ઇલા મેટરનેટી હોમ્સનો હોવાનું સામે આવ્યું હતું અને તાત્કાલિક કોર્પોરેશને આ બેજવાબદાર હોસ્પિટલના સંચાલકને નોટિસ આપી હતી જેમાં આવી રીતે વેસ્ટનો નિકાલ નહીં કરવા માટે પણ તેમને સુચના આપવામાં આવી છે. તો ગાંધીનગરના સેક્ટર-૭ સહિત સે-૧૬માં પણ ઘણી જગ્યાએ આવી રીતે બાયોમેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ થતો હોય છે જે જોખમી હોવાની સાથે રોગચાળો ફેલાવવા માટે પણ મહત્વનું ગણી શકાય છે જેથી કરીને આ બાબતે ગંભીરતાથી લઇને કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં ખાસ ડ્રાઇવ ચલાવશે.

Previous articleઘોઘા તાલુકાના ૧ર ગામના ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા ઈચ્છામૃત્યુની માંગ
Next articleજરૂરિયાતમંદ કે શારિરીક, માનસિક અક્ષમ વ્યકિત સાથે દાખવેલી સંવેદના ઉચ્ચું પરિણામ આપે છે