બ્રાઉન સ્યુગરના બંધાણીને કઈ રીતે ઓળખી શકશો ?

0
1098

તમારૂ બાળક તથા કિશોર કે યુવાન સહેલાઈથી કબુ નહિ કરે કે એણે બ્રાઉન સ્યુગર લેવાની શરૂઆત કરી દીધી છે. પરંતુ એના કેટલાંક ચિન્હો સહેલાઈથી ઓળખી શકાય તેવા હોય છે.

(૧) બાળકની દ્રષ્ટિ કદી સ્થિત રહેશે નહિ. રાત્રે ઉંઘમાં પણ એના પોપચા ઘેનના ભારથી મિચાયેલા રહેશે. (ર) એને ભુખ નહિ લાગે અને એનું વજન પણ ઘટતું જશે. બે વર્ષમાં લગભગ ૩પ કિલો જેટલું વજન ઘટી શકશે. ખોરાક કરતાં એને બ્રાઉન સ્યુગર લેવાનું વધુ ગમશે. (૩) સવારમાં  ઉઠવાની સાથે જ એક યાં તો ઘરની બહાર ચાલ્યો જશે અથવા તો બાથરૂમમાં ભરાઈ જઈને બ્રાઉન સ્યુગરના બે ચાર દમ મારી લેશે. (૪) સંડાસમાં એને વધુ સમય લાગશે. બંધકોશને કારણે અથવા તો બ્રાઉન્‌ સ્યુગર સાથેનું ધૂમ્રપાન કરવાને કારણે. (પ) નખ કાપવા નહિ, વાળા ઓળવા નહિ. સમયસર સ્નાન નહિ કરવું, બે ભોજન વચ્ચેનો સમયગાળો વધવો અને દાંતની સંભાળ ન રાખવી વગેરે પણ ગંભીર લક્ષણો છે. (૬) સળગતી સિગારેટ પીવાને કારણે એના કપડા ઉપર કયં કયંક કાણાં પડેલા દેખાશે. (૭) અચાનક જ એ રાત્રે ઘેર આવવામાં મોડુ કરતો થઈ જાય છે અને પછી તો વધુને વધુ મોડુ કરે છે. (૮) મીઠાઈ માટે એ વધારે ઈચ્છા કરે છે. (૯) તમારે ત્યાં તેનાં નવાજ મિત્રોની આવનજાવન શરૂ થાય અથવા તો એના કોઈ નવા જ મિત્રોના ફોન આવવાનું શરૂ થાય. (૧૦) પૈસા માટેની એની માંગણીઓ અને મનમાં જાગતી નવી નવી લાગણીઓને સંતોષવાની એની ઝંખના તીવ્ર બનતી જશે. (૧૧) એક બાજુ આનંદનો અતિરેક અને બીજી બાજુ અત્યંત નિરાશા એમ એના જીવનના બન્ને પાસા અવાર-નવાર જોવા મળશે. (૧ર) ખોટા બહાના બતાવી શાળા કોલેજ અથવા નોકરી ધંધાના સ્થળે ગેરહાજર રહેવાનું એ ધીમે ધીમે શીખતો જાય છે. (૧૩) વરંવાર એને ઉલ્ટીઓ થાય છે. (૧૪) એના પોપચા વારંવાર ઢળી પડે છે અથવા તેનું મો થોડુ ખુલ્લુ રહી જાય છે. (૧પ) શરૂમાં અનિચ્છનિય વિજાતીય સંબંધો અને છેવટે નપુસંકતા આવે છે. (૧૬) કામકાજ વિના પડ્યા રહેવાની ઈચ્છા તથા ઉંઘ ઓછી થવી. (૧૭) અવારનવાર કફ થવો. એ પણ માદક દ્રવ્યના સેવનની નિશાની છે. (૧૮) જુઠાણા ચલાવવા, ખોટી વાતને સાચી બતાવવા દલીલો કરવી અને પોતે બુદ્ધિશાળી હોવાનો ભ્રમણ રાખવો. (૧૯) બળ્યા વગરની સિગારેટમાં થોડીક તમાકુ એશ ટ્રેમાં પડી છે કે કેમ તેની ચોક્કસાઈ કરો. કારણ કે સિગારેટમાં જયારે બ્રાઉન સ્યુગર મુકવામાં આવે છે ત્યારે તમાકુનો એટલો ભાગ કાઢી નાખવા પડે છે. સિગારેટનું ઠંઠુ છેક સુધી પિવાયેલુ જણાશે. કારણ કે બ્રાઉન સ્યુગરના વ્યસનીને થોડુ પણ બ્રાઉન સ્યુગર સિગરેટમાં રહે એ ગમે નહિ. (ર૦ા મસાલાની પડીકીઓ જેવી પડીકીઓ, નાની શીશી, કાટ ખવાયેલો સિક્કો, મીણબત્તી, અથવા ચાંદીનો વરખ….. આ બધી સચોટ પુરાવા જેવી ચીજો પણ વ્યસની પાસેથી મળી આવવાનો સંભવ છે. કારણ કે સૌપ્રથમ તો વરખ ઉપર બ્રાઉન સ્યુગરની ભૂકી નાખવામાં આવે છે, બાદ મિણબત્તી કે દિવાસળી સળગાવાય છે અને તેના દ્વારા વરખમાંની ભૂકીને ગરમ કરાય છે. જેથી એ પ્રવાહીરૂપ બને છે અને ત્યારબાદ ચુંગી ભરીને એનો કશ લેવાય છે. (ર૧) ઘરનું રાચરચીલું અને વ્યસનીના અંગત વપરાશની ચીજો ધીમે ધીમે અદ્રશ્ય થવા લાગશે. (રર) વારંવાર ખંજવાળ આવવાને લીધે શરીર અને ચહેરા ઉપર ઉજરડા પડવા. (ર૩) આંખો ઉંડી ઉતરી જેવી અને આંખો નીચે કાળા કુંડાળા પડવા. (ર૪) ચહેરાની ચામડી સતત ખેચાયેલી રહેવી. (રપ) અંગુઠા તથા તેની સાથેની બન્ને આંગળીઓના ઉપરના ભાગ કાળા પડી જવા. ખાસ કરીને એક વર્ષ કરતા વધુ સમયથી જેઓ આ વ્યસનમાં લપેટાયેલા છે તેઓના આંગળા તથા ંગુઠામાં આ નિશાન જણાય છે. કારણ કે નશા માટેની ભુકીને ગરમ કરવા માટે એ દિવાસળીને છેવટે સુધી જલતી રાખે છે. (ર૬) શરીર ઉપર ઈન્જેકશન લીધાના નિશાનો દેખાવા. આ નિશાનો છુપાવવા માટે કેટલાક ઉનાળામાં પણ આખી બાયના બુશર્ટ અથવા કોટ પહેરે છે. (ર૭) વ્યસનીનો ચહેરો નંખાયેલો દેખાશે અને તેની આંખો કાચ જેવી સફેદ દેખાશે.

વ્યસનો છોડવા માટે જરૂર પડે તો તબીબી સલાહ લેવી

તમાકુ, ધુમ્રપાનથી નીકોટીન નામનું ઝેરી તત્વ રગેરગમાં પ્રસરે છે. વ્યસન ઘટાડવાથી શરીરમાં તેની ઉણપને કારણે બેચની, ગભરામણ, વાયુ (ગેસ), માથું ભારે લાગવું, પસીનો વળવો, ભૂખ વધવી, વજન વધવું વગેરે જોવા મળે છે. ઘણાં માદકદ્રવ્યના બંધાણીને તો વ્યસન છોડવાથી ઉપરોકત તકલીફ તીવ્ર માત્રામાં થાય છે. ઉપરાંત શરીર ખેંચાવા લાગે, શરીરમાં અસહ્ય વેદના થાય. સખત જુલાબ થઈ જાય વગેરે. આવે વખત વ્યકિત વ્યસન શરૂ કરવા લલચાઈ જાય છે. ત્યારે તેમ કરવાને બદલે તબીબી સલાહ લઈ પેઈન કિલર (દર્દશામક), તનાવ દુર કરનાર (સટ્રેસ કિલર) કે મૂડ વધારનારી દવા કે ઈંજેકશન લેવ. કદાચ આવી દવાઓની આદત પડી જવાની શક્યતા છે. પરંતુ તે આદત સહેલાઈથી છોડી શકાય છે. જરૂર પડે મનોચિકિત્સકની સલાહ પણ લઈ શકાય. પરંતુ તે માટે મનને બરાબર તૈયાર કરીને પછી જ નિષ્ણાંત પાસે જવું અને તેની સારવાર શરૂ કર્યા પછી પીછેહટ કદીના કરવી. ગમે તે થાય- ‘ડગલું ભર્યુ કે ના હટવું ના હટવું.’નું રટણ રોજ સો વાર કરવું. દિલસે…. જો નિષ્ણાંતની સલાહ હોય તો વ્યસનમુક્તિ કેન્દ્રમાં થોડો સમય દાખલ થઈ જવું. ધુમ્રપાન, તમાકુ, દારૂ તો શું મહાભયંકર માદક દ્રવ્યોના વ્યસનોમાં ફસાયેલાઓ તેમાંથી સંપુર્ણ મુક્ત થયાના હજારો દાખલા છે.અ ભિનેતા સુનિલદત્ત – નરગીસના પુત્ર સંજયદત્તને આવા વ્યસનરાક્ષસે પાયમાલ અને લગભગ ઝીરો બનાવી દીધો હતો. ડીએડીકશનની યોગ્ય સારવાર વડે આજે તે સંપુર્ણ વ્યસનમુક્તિ સાથે કરોડો લોકોનું મનોરંજન (બોલે તો એન્ટરટેઈમેન્ટ) કરી ઝીરોમાંથીહીરો બની ગયો છે. સમજે મામુ !! યાદ રહે વ્યસન તમને ફાસાવી મામા બનાવે તો પહેલાં વ્યસનકો ટપકા ડાલો, બોલે તો છોડ દો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here