રાજ્યમાં સમુદ્રના તટ નકશાને લઈને સરકાર ગાઢ નિંદ્રામાં

836

સમગ્ર રાજ્યમાં દિન પ્રતિદિન સમુદ્રની જળ સપાટી વધવા સાથે સાગરની નિયત તટ રેખામાં ફેરફારો થઈ રહ્યા છે પરિણામે ભૌગોલિક પરિસ્થિતીનો સાચો કયાસ તથા લોકોને મોટી આફતમાંથી ઉગારવા એક પર્યાવરણ સંસ્થા મેદાને ઉતરી છે.

સમગ્ર વિશ્વભરમાં ગ્લોબલ વોર્મીંગના કારણે વાતાવરણમાં અણધાર્યા બદલાવો આવી રહ્યા છે ખાસ કરીને ધ્રુવીપ્રદેશમાં હિમખંડો પીગળતા સમુદ્રનું જળસ્તર ઝડપભેર વધી રહ્યુ છે આવી ગંભીર બાબત હોવા છતા કેન્દ્ર તથા રાજ્ય સરકાર આ અંગે કોઈ જ પગલા નથી લઈ રહી વર્ષો પૂર્વે ગુજરાત રાજ્યમાં આવેલ સમુદ્રતટના નકશા બનાવવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ આ અંગે કોઈ નવુ અપડેટ કરવામાં આવ્યુ ન હોવાના કારણે સમુદ્રના ભૌગોલિક નકશાઓમાં અનેક ફેરફારો થયા છે. સરકારના નકશા પર દર્શાવવામાં આવેલ વિસ્તારે તથા કેટલાક ગામડાઓના સ્થાને સમુદ્ર પહોચી ચુક્યો છે. આ બાબતની ગંભીરતા પૂર્વક નોંધ લઈ રાજ્યની પર્યાવરણ સુરક્ષા સમિતી દ્વારા વર્તમાન પરિસ્થઇતી અને આવનારા સમયમાં દરિયાની સપાટી વધતા સાથે લોકો પર વર્તાનારી અસર અને સમુદ્રના નવા નકશા સિમાંકન અંગે સરકારને ટકોર કરી છે. જેના પગલે બે સુનવણી હાથ ધરવામાં આવી હતી પ્રથમ દેવભૂમિ દ્વારકા અને બીજી અમદાવાદ જિલ્લાના ધોળકા અને ધોલેરા તાલુકો સમુદ્રની સંભવીત પરિસ્થિતીની પ્રભાવીત છે અને તા.૮-૮-૧૮ના રોજ ભાવનગર જિલ્લાના અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ ખાતે ત્રીજી સુનવાણી હાથ ધરવામાં આવશે.

Previous articleફરિયાદકા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના હિંગોળગઢમાં પ્રકૃતિ શિક્ષણ કાર્યક્રમ યોજાયો
Next articleપાલિતાણા એમ.એમ. કન્યા વિદ્યાલયમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો