રાજ્યકક્ષાની ટે-ક્વોન-ડો સ્પર્ધામાં ભાવનગરને ૭ ગોલ્ડ સહિત રર મેડલ

1178

તાજેતરમાં અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલ સેવન્થ ડે એડવાન્ટીસ્ટ હાયર સેકેન્ડ્રી સ્કુલ ખાતે ઓલ ગુજરાત એચેમ્યોર ટે-ક્વોન-ડો એસોસીએશન ગુજરાત રાજ્ય દ્વારા ઈન્ટર સ્કુલ સ્ટેટ ઓપન ટે-ક્વોન-ડો ચેમ્પિયનશીપ-ર૦૧૮નું આયોજન કરવામાં આવેલ હતું. જે સ્પર્ધામાં રાજ્યભરમાંથી અલગ-અલગ જિલ્લાઓમાંથી બહોળી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામાં ભાવનગરના રપ ખેલાડીઓએ અલગ-અલગ વેઈટ કેટેગરીમાં ભાગ લઈ ૭ ગોલ્ડ, ૭ સિલ્વર અને ૮ બ્રોન્ઝ મળી કુલ રર મેડલ જીતેલ હતા. વિજેતા ખેલાડીઓમાં શમીમ અજમેરી, હિતેષ બગડા, સાગર વાઘેલા, અમન અજમેરી, તરૂણા રાઠોડ, શીફા અજમેરી ખેલાડીઓએ ફાઈટમાં ગોલ્ડ મેડલ તેમજ હિરેન બારૈયાએ મુએમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ. મેઘના મકવાણા, ધ્રુવીશા ચૌહાણ, મહાવીર મકવાણા, ક્રિષ્ના રાઠોડ, ભીમાભાઈ ચૌહાણ, અરૂણ બારૈયા, દિશીતા મકવાણા વગેરે ખેલાડીઓએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ તેમજ આમીર અજમેરી, વિશાલ પરમાર, મહેક રાઠોડ, યોગીતા ખેસ્તી, ઝીલ ઉપાધ્યાય, પરેશ વડનાગર, વિશાલ ધતુરાતર, પ્રિયાંશી ખોખર વગેરે ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ભાવનગરનું નામ રાજ્યકક્ષાએ રોશન કરેલ હતું. અત્રે વિજેતા ખેલાડીઓમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ય કરેલ ખેલાડીઓની પસંદગી ગુજરાત રાજ્ય ટે-ક્વોન-ડો ટીમમાં થયેલ છે જે આગામી ઓક્ટોબરમાં ગુજરાત રાજ્ય તરફથી જમ્મુ કાશ્મીર ખાતે ઓપન નેશનલ ટે-ક્વોન-ડો ચેમ્પિયનશીપ-ર૦૧૮માં ભાગ લેવા જશે. તમામ રમતવિરોને સંસ્થા સંચાલક માસ્ટર વિનુભાઈ પરમાર તેમજ માસ્ટર રાજેશ મકવાણાએ પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન પુરૂ પાડી ભાવી શુભકામના પાઠવેલ છે.

Previous articleબાપાસીતારામ ટ્રસ્ટ અમદાવાદના યુવાનો દ્વારા ધર્મસ્થાનોની સફાઈ
Next articleપાલિતાણા ખાતે ડીઝીટલ પેમેન્ટનો ડ્રો યોજાયો