ભરતી મુદ્દે એનસીસી કેડેટ્‌સ દ્વારા મામલતદારને આવેદન અપાયું

0
735

ગુજરાત સરકાર દ્વારા સરકારી અધિકારી, કર્મચારીઓની ભરતી કરવામાં આવે તેમાં એનસીસી કેડેટ્‌સના વિદ્યાર્થીઓને ૫ ટકા ગુણનો લાભ આપવાની માગણી સાથે કલોલ કોલેજમાં ભણતા અને એનસીસી કેડેટ્‌સ એવા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહીને કલોલ મામલતદારને આવેદન પત્ર આપ્યુ હતું. એનસીસીના જવાનોએ ૬ ઓગષ્ટને સોમવારના રોજ કલોલ મામલતદાર ઓફીસે આવેદન પત્ર આપ્યુ હતું. આ પહેલા મોટી સંખ્યામાં રેલી યોજવામાં આવી હતી. એનસીસીના યુવાનોએ આવેદન પત્રમાં જણાવ્યા પ્રમાણે પુર, હોનારત, યુદ્ધ જેવી પરીસ્થિતી ઓમાં લશ્કરી દળો સાથે ખડે પગે ઉભા રહીને તેઓ દેશની સેવા કરે છે. પરંતુ એનસીસી કેડેટ્‌સને સરકારી ભરતીઓમાં અન્યાય થઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here