કાળાનાળા, કાળીયાબીડ, સીદસર રોડના દબાણો દુર કરાયા

2238

ભાવનગર મહાપાલિકા દબાણ હટાવ સેલ દ્વારા હાથ ધરવામાં આવેલ ઓપરેશન ડીમોલેશન ૭માં દિવસે  પણ આગળ ધપયું હતું. નવા વિસ્તારોમાં મોટાપાયે દબાણો હટાવવામાં આવ્યા હતાં.

ભાવનગર ગામતળ તથા આસપાસના વીસ્તારોમાં લગાતાર ૬ દિવસ સુધી મોટાપાયે દબાણો દુર કરવાની કામગીરી કર્યા બાદ મહાપાલિકા દબાણ હટાવ સેલ દ્વારા સાતમા દિવસે વ્યાપ વધારવામાં આવ્યો અને નવા એરિયાઓમાં ખડકાયેલ દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજરોજ ૬ ટીમ દ્વારાસવારે તળાજા રોડ, તળાજા જકાતનાકા, કાળીયાબીડ પાણીની ટાંકી વાળો રોડ, વાઘાવાડી રોડ કાળનાળા – ઉપરકોટ ચિત્રા, પ્રેસ કવાટર સહિતના વિસ્તારોમાં સાંજ સુધી કામગિરિ કરવામાં આવી હતી. અને કેબીનો સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતાં.

ડીમોલેશન ઝાળમાં માત્ર નાની માછલી જ કેમ ?

એક સપ્તાહથી શહેરભરમાં ડીમોલેશનનું કાર્ય મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જે કામગીરીમાં માત્રને માત્ર નાના-વેપારીઓને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. પરંતુ બોરતળાવની  જમીનમાં વિશાળ વિદ્યાસંકુલ, ધાર્મિક આશ્રમ ઉપરાંત બોરતળાવ કાઠા પર શહેરની એક પ્રતિષ્ઠીત ધાર્મિક સંસ્થા દ્વારા વર્ષોથી દબાણો યથાવત્‌ છે. ઉપરાંત શહેરમાં અનેક નામચિન બિલ્ડરો દ્વારા પાર્કિંગની જગ્યા પર વ્યવસાયી એકમો ખુલ્લા મુકેલા છે. જેના વિરૂધ્ધ તંત્રએ એક હરફ સુધ્ધા ઉચ્ચારતા નથી એ જ રીતે તમામ શહેરીજનોના મોઢે રોડ પર પશુઓનો અસહ્ય ત્રાસ આ બાબતે પણ તંત્ર કશુ કહેવા કે કામગીરી કરવા માંગતુ નથી જે લોક ચર્ચાનો વિષય બન્યો છે.

Previous articleલકઝરી બસમાંથી દારૂ સાથે કલીનર ઝડપાયો
Next articleમગફળી કૌભાંડ : કોંગ્રેસ પર જીતુ વાઘાણીના તીવ્ર પ્રહારો