ટ્રેનમાં છૂટી ગયેલ બેગ આરપીએફ ટીમે શોધી માલિકને સુપ્રત કરી

0
1183

બોટાદ પોસ્ટના આર.પી. એફ કર્મચારી સબ ઈન્સ. જનકકુમાર પંડયા તથા રાઠોડ કમલેશ કુમાર, રાઠોડ મનુભાઈ તેમજ વિનોદકુમાર ટ્રેન સુરક્ષાની ડયુટી પર હતા ત્યારે કંટ્રોલમાંથી સુચના મળી હતી કે અબ્દ્યુલભાઈ રાઉફા નભના વ્યકિતનું એક બેગ ટ્રેનમાં છુટી ગયેલ છે. અને તેઓ સુરત સ્ટેશન ઉતરી ગયા છે. જે સુના મુજબ આર.પી.એફ. ટીમે ટ્રેનમાં બેગની શોધખોળ શરૂ કરતાં એક બીનવારસી બેગ મળી આવતાં બોટાદ આર.પી. એફ. ઓફિસે આપી બેગના માલિક અબ્દુલભાઈને જાણ કરાતા તેઓ બોટાદ ઓફીસે આવી પી.આઈ. પીતામ્બરદાસ પંડયા અને સબ ઈન્સ. સુમીતકુમારની હાજરીમાં બેગની તપાસ કરતાં બેગમાંથી રૂા. ૯૮૮૦ રોકડા, તેમજ એક જોડી કપડા અને બે લુંગી મળી આવતાં બેગના માલીકે આર.પી. એફ. ટીમનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here