રાજુલા ખાતે મેડીકલ સ્ટોરમાં કોલાવોટર વેચતા ૧ ઝડપાયો

851

રાજુલા સીટી વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી અમુક ઈસમો મેડિકલ સ્ટોરમાં મળતી કોલા વોટર (શરદી ઉધરસ)માં વપરાતી કેફી પુકય બોટલો જે ડોકટર પ્રિસ્ક્રીપશન વગર વેચાણ ન કરી શકાય તેવીબ ોટલો બજાર કિંમત કરતા વધારે કિંમતમાં વેચાણ કરતા દારૂનુ સેવન કરતા ઈસમો આ કોલા વોટરની બોટલ પીને જાહેરમાં બિભત્સ વર્તન કરતા હોય જેથી અવાર-નવાર પોલીસ સ્ટેશનમાં તોફાનો કરતા ઈસમોની ફરિયાદો મળતી હોય જે ને કંન્ટ્રોલ કરવા અને ગે.કા. બોટલોનું વેચાણ બંધ કરવા માટે પી.આઈ. યુ.ડી.જાડેજા રાજુલા પો.સ્ટે. તથા પો.સ્ટાફના માણસોએ આ કોલા વોટરનું વેચાણ બંધ કરવા માટે રાજુલા જાફરાબાદ રોડ ઉપર આવેલ હીરાપન્ના કોમ્પલેક્ષમાં જય રાજપુતાના લખેલ દુકાનમાં પંચો સાથે રેઈ કરતાં એક પ્લાસ્ટીકની થેલીમાં ફોટામાં જણાવેલ કોલાવટર બોટલો નંગ ૧૦ કી.રૂા. પ૦૦/- તેમજ વેચાણ કરેલા નાણા રૂા. પ૪૦/- તેમજ જીે-૭ મોબાઈલ નંગ૧ કિ.રૂા. ૧૦,૦૦૦/- તથા મો.સા.નં. જી.જે.૧૪ કયુ ૬૬૧૪ કિ.રૂા. પ૦,૦૦૦/- મળીક ુલ મુદ્દામાલ કિ.રૂા. ૬૧,૦૪૦/- સાથે વિનુભાઈ હામુભાઈ બાબરિયા (ઉ.વ.ર૧) રહે. રાજુલા વડનગર વાળાને પકડેલ છે તેમજ દુકાન માલિક નરેન્દ્રભાઈ બચુભાઈ ધાખડા રહે. રાજુલા વાળા છે તેઓ બંને વિરૂધ્ધ રાજુલા પો.સ્ટે.માં પ્રોહી. અંગેનો ગુનો દાખલ કરાયેલ છે.

Previous articleલાઠીના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની કારોબારી યોજાઈ
Next articleશ્રાવણમાં સોમનાથ મંદિર ૨૦૦૦ LED ગોઠવાશે