નાગરિક બેંક દ્વારા કાલે કાલે ભેટ વિતરણ સમારોહ

1016

ભાવનગર નાગરિક સહકારી બેંકનો ગ્રાહક- સભ્ય ભેટ વિતરણ સમારોહ તા. ૧૧-૮-૧૮ને શનિવારે બપોરે ૩-૦ કલાકે અમો પ્લાઝા હોલમાં પુર્વ ધારાસભ્ય અને સેવાભાવી ડો. કનુભાઈ કળસરીયાના અધ્યક્ષસ્થાને યોજાશે. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ જોશી, સોરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સુનિલભાઈ વડોદરીયા, શહેર કોંગ્રેસ પુર્વ્‌ પ્રમુખ ડો. ડી.બી.રાણીંગા, સ્ટેન્ડીંગ કમિટિ પુર્વ ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યા અને શહેર ભાજપ મહામંત્રી વનરાજસિંહ ગોહિલ અતિથિવિશેષપદે ઉપસ્થિત રહેશે.

આ સમારોહમાં શ્રીલંકાના શતરંજ સ્પર્ધામાં ઝળકતો દેખાવ કરનાર સભાસદ પુત્રી જીનલ યાજ્ઞિક, મલેશિયા એથ્લેટીકસમાં ભાગ લેવા જતી (સિનિયર સીટીઝન્સ) છ મહિલાઓ તેમજ વોલીબોલમાં રાજયકક્ષાએ ઝળકનાર સિનિયર સીટીઝન ખેલાડીઓનું સન્માન કરાશે.

સમારોહ બાદ લોની- ડીપોઝીટર્સ તેમજ સભાસદોને હોલ ઉપર જ સાંજે પ થી ૮ દરમ્યાન ભેટ વિતરણ કરાશે. ત્યારે નિર્ધારિત ગ્રાહકો – સભાસદોને સમારોહમાં મહેમાનોના હસ્તે ભેટ વિતરણ કરાશે. આ સમારોહમાં શુભેચ્છકો, સભાસદો, ગ્રાહકોને સમયસર ઉપસ્થિત રહેવા બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્વારા અનુરોધ કરાયો છે.

Previous articleસરભંડા ગામે જુગાર રમતાં નવ ગેમ્લબરો ઝડપાયા
Next articleસીટુ દ્વારા સત્યાગ્રહ, ધરપકડ વ્હોરી