૧૬ દિવસના બાળકની પાણીના ટાંકામાંથી લાશ મળતા ચકચાર

0
770

શહેરના કુંભારવાડા વિસ્તારમાં સવારના સમયે કોઈ ભિક્ષુક જેવા દેખાતા બાવાએ ઘોડીયામાં રમતા બાળકનું અપહરણ કર્યાની વાત વાયુવેગે પ્રસરી જતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી અને ડી.વાય.એસ.પી. એલ.સી.બી. એસ.ઓ.જી. સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને શહેરભરમાં નાકાબંધી કરાવી દીધી હતી બાદ ૧૬ દિવસના બાળકની ઘરના પાણીના ટાંકામાંથી લાશ મળી આવતા સમગ્ર ઘટનાએ અલગ મોડ લીધો હતો હાલ પોલીસે અલગ-અલગ દિશામાં જીણવટભરી તપાસ હાથ ધરી છે. શહેરના કુંભારવાડા કબ્રસ્તાન સામે રહેતા અનિલ દિપકભાઈ પરમારના ૧૬ દિવસનાં બાળક યુવરાજને બાવા ઉપાડી ગયા હોવાના આક્ષેપો સાથે ડી.ડીવીઝન પોલીસ મથકે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતાં અને પોલીસે શહેરભરમાં નાકાબંધી કરી હતી. દરમિયાન કોઈને જાણ થઈ કે બાળક તો તેના ઘરની પાણીની કુંડીમાં તરી રહ્યું છે તમામ લોકો ઘરે પહોંચતા બાળક પાણીની કુંડીમાથી મૃત હાલતે મળી આવ્યું હતું. કુંભારવાડા વિસ્તારમાં ભિક્ષુકો માંગવા નિકળ્યા હોય અનિલભાઈના ઘર પાસેથી  નિકળ્યા હતાં. દરમિયાન થોડીવારમાં જ ઘરમાં સુુતેલુ બાળક નહીં મળતાં ઘરના લોકોએ ભિક્ષુકો બાળકોને ઉપાડી ગયા હોવાનો દેકારો કરતાં લોકો એકઠા થઈ ગયા હતાં. અને તુરંત જ ડી.ડીવીઝન પોલીસ મથકે દોડી ગયા હતાં. આ અંગે પોલીસે તુરંત જ શહેરભરમાં નાકાબંધી કરવા સાથે બોરતળાવ પો. સ્ટે., એલ.સી.બી., એસ.ઓ.જી. ડીવયાએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બાળક અનિલભાઈના ઘરની પાણીની ટાંકીમાં પડ્યું હોવાનું જણાવતા બનાવમાં નવો વળાંક આવ્યો હતો અને લોકો અને પોલીસ ઘટના સ્થળે દોડી ગયા હતાં અને બાળકને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયું હતું. બાળકને ઘરમાંથી ઉઠાવી પાણીની ટાંકીમાં કોને નાખ્યું ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે અને પોલીસ એ તરફ તપાસનો દૌર ચલાવી રહી છે. માસુમ બાળકની કુંડીમાં નાખી હત્યા કરાયાનો બનાવ બનતા સમગ્ર કુંભારવાડ સહિત શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here