ગાંધીનગરમાં પણ અમદાવાદવાળી  ગેરકાયદેસર દબાણોનો સફાયો

0
570

દરમિયાન લારી ગલ્લાના સ્થાને મોડીફાઇડ વાહનો મુકવામાં આવતા પોલીસ અને દબાણ ટીમે આવા ૯૦ ફોર અને થ્રી વ્હિલ વાહન ઓળખી કાઢ્યા છે.

હવે તેની સામે આરટીઓના કાયદા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવનાર છે. બે દિવસ પહેલા કલેક્ટર દ્વારા તમામ સ્થાનિક તંત્રના અધિકારીઓની વિશેષ બેઠક આ મુદ્દે બોલાવી હતી. તેમાં જિલ્લા તંત્ર, મહાપાલિકા, ફાયર બ્રિગેડ, વન વિભાગ, ગુડા, પાટનગર યોજના વિભાગ સહિતના અધિકારી ઉપસ્થિતિ રહ્યા હતા અને તમામ શહેરી વિસ્તારોમાં મતલબ કે ગાંધીનગર ઉપરાંત કલોલ, દહેગામ અને માણસામાં પણ દબાણ અને ર્પાકિંગ મુદ્દે કાર્યવાહી કરવા નિર્ણય લેવા સાથે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે.

મહાપાલિકાની દબાણ ટીમે સેક્ટર ૨૧ના શોપિંગ સેન્ટરમાં વેપારીઓ દ્વારા કરાયેલા દબાણો તોડી પાડ્‌યા હતા.

શહેરનાં રહેણાક વિસ્તારોમાં દવાખાનાથી માંડીને ટ્યુશન કલાસીસ, મેડીકલો, દુધ પાર્લરો સહિતની કોમર્શીયલ પ્રવૃતિઓ જાહેર માર્ગોની આસપાસ ચાલી રહી છે. આવી જગ્યાઓ પર બેફામ વાહન ર્પાકિંગ થાય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા તથા અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસે ગુરૂવારે સેકટર ૬નાં કોર્નર પર અચાનક વાહનોનું ટોઇંગ શરૂ કરતા વાહન ચાલકોમાં ભાગદોડ મચી ગઇ હતી. પોલીસ દ્રારા શહેરનાં તમામ વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવશે. શુક્રવારે કલેક્ટરે બોલાવેલી સંકલનની બેઠકમાં નક્કી થયા પ્રમાણે ગેરકાયદે બાંધકામ સહિતના દબાણ હટાવવાની ઝુંબેશને વધુ સંગીન બનાવાશે.

સ્થાયી સમિતિના ચેરમેન મનુભાઇ પટેલે કહ્યું કે આ કાર્યવાહીમાં મહાપાલિકાની જે ભૂમિકા નક્કી કરાઇ છે, તે પ્રમાણે કાર્યવાહી કરાશે અને ર્પાકિંગની સમસ્યા નિવારવા માટે વાહનો ઉઠાવવા રૂપિયા ૩ ટોઇંગવાન રૂપિયા ૧૧, ૪૦૦ના પ્રતિદિનના ભાડાથી ૧૦ દિવસ માટે મેળવી લેવાશે.

સ્થાયી સમિતિની બેઠકમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહીની સમિક્ષાના અંતે ઢોર નિયંત્રણની કામગીરી કરવામાં પીંજરાવાળુ વાહન એક જ હોવાથી કામગીરી ધીમી ચાલતી હોવાની વાતનો સ્વીકાર સાથે વધુ એક પીંજરાવાન ખરીદવાનો ઠરાવ કરાયો.

શહેરમાં હરિયાળી જળવાઇ રહે તે જરૂરી છે. પરંતુ સુકાઇ ગયેલા વૃક્ષો દુર કરવા અને રોડ પર યોગ્ય વિઝન મળે તેના માટે વૃક્ષોના ટ્રીમિંગ કરવા માટે અગાઉ વસાવવામાં આવેલુ ટ્રી ટ્રીમિંગ મશીન હવે ડચકા ખાતું હોવાથી નવુ મશીન ખરીદાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here