ઢુંઢસર ગામના કુવામાંથી કોહવાયેલી હાલતે લાશ મળી

1451

સિહોરના ઢુંઢસર ગામની સીમમાં આવેલ કુવામાંથી અજાણ્યા યુવાનની કોહવાયેલી હાલતે લાશ મળી આવતા સિહોર પોલીસ સ્ટાફ બનાવસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, સિહોરના ઢુંઢસર ગામે રહેતા મુળજીભાઈ ચૌહાણની વાડીના કુવામાંથી અજાણ્યા યુવાનની કોહવાયેલી હાલતે લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા સિહોર પોલીસ દોડી જઈ ખાટલા વડે લાશને કુવામાંથી બહાર કાઢી જરૂરી કેસ કાગળો કરી પી.એમ. અર્થે ખસેડી હતી અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.બનાવ અંગે સમગ્ર પંથકમાં ચક્ચાર મચી જવા પામી હતી.

Previous articleકેરલમાં અતિવૃષ્ટિમાં જીવ ગુમાવનારાઓને મોરારીબાપુ દ્વારા આર્થિક સહાય
Next articleઅખિલ ભારતીય કોળી સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો