તળાજા વન વિભાગ તથા શિક્ષણ જગતના સંયુકત ઉપક્રમે વિશ્વ સિંહ દિવસની ઉજવણી

2269

વર્લ્ડ લાયન-ડેના ઉપક્રમે તળાજા ખાતે વન વિભાગ અને અલગ-અલગ શાળાઓના બાળકોએ સાથે મળી સિંહ દિવસને યાદગાર બનાવ્યો હતો.

પ્રતિવર્ષ ૧૦ ઓગષ્ટના રોજ સમગ્ર વિશ્વમાં લુપ્ત થતી પ્રજાતી અને દુનિયામાં બે જ સ્થળે ગર્વ લઈ શકાય તેવા સિંહોના રક્ષણ અર્થે ખાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અન્વયે  આજરોજ તળાજા વનવિભાગના આરએફઓ કિંજલબેન જોષી તથા અન્ય સ્ટાફ અને તળાજા શહેરમાં આવેલ અનેક શાળાના બાળકો તથા શિક્ષકગણ દ્વારા સિંહ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે લોકો સિંહ તથા પર્યાવરણ પ્રત્યે સજાગ બને તે હેતુસર શાળાના વિદ્યાર્થીઓએ સિંહોની મુખાકૃતિ ધારણ કરી રેલી યોજી સિંહ બાબતે સુત્રોચ્ચાર કર્યા હતાં. તળાજાના વિવિધ વિસ્તારો આ રેલી ફરિ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતાં. તથા સમગ્ર જીવન સૃષ્ટી માટે પર્યાવરણની અગત્યતા બાબત પર ભાર મુકયો હતો. કાર્યક્રમના અંતમાં વિદ્યાર્થી ભાઈ-બહેનો શિક્ષકો પર્યાવરણ પ્રેમીઓ તથા જાગૃત જનતાએ સિંહ તથા પર્યાવરણ જાળવણી રક્ષણ અને બચાવવા માટે શપથ ગ્રહણ કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમ માટે આરએફઓ કિંજલબેન જોષી તથા સ્ટાફે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

Previous articleરવિવારે ઉપરાષ્ટ્રપતિનું શહેરમાં આગમન થશે
Next articleઘોઘા ખાતે રસીકરણ કેમ્પ યોજાયો