રાજ્યમાં કૃષિ અને જળસંચય બાબતે ગંભીર કટોકટીના એંધાણ

0
1131

વર્ષ-ર૦૧૮ના પ્રારંભથી ચોમાસાની પેટર્ન બદલાતા સમગ્ર રાજ્યમાં યોગ્ય વરસાદનો સદંતર અભાવ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યો છે જેના કારણે દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ૧૦ વર્ષની તુલનાએ વર્તમાન વર્ષ ર૦૧૮નું ચોમાસુ સૌથી નિષ્ફળ ચોમાસુ જાહેર થાય તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે. રાજ્યના ગણ્યાગાંઠ્યા શહેર-તાલુકાઓને બાદ કરતા અન્ય કોઈ સ્થળે ઉચિત વરસાદ વરસવા પામ્યો નથી. શ્રેષ્ઠ વરસાદનો સમયગાળો રાજ્યમાં જુન-જુલાઈ ગણવામાં આવે છે પરંતુ હવે ઓગષ્ટ માસના પણ દસ દિવસ વિતવા છતાં સારા વરસાદની કોઈ જ એંધાણીસુધ્ધા જોવા નથી મળી રહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા ચોમાસાના પ્રારંભે કરવામાં આવેલ આગાહી તથા સમગ્ર માહોલને ધ્યાને લઈને સમગ્ર રાજ્યમાં ખેડૂતોએ ખરીફ સિઝનનું વાવેતર પૂર્ણ કર્યુ હતું. કચ્છ સહિત પૂર્વેથી જ વરસાદની અછત વર્તાતા વિસ્તારોમાંના ખેડૂતોએ સામાન્ય વરસાદને ધ્યાને રાખી જુલાઈના અંત સુધીમાં વાવેતર કાર્ય પૂર્ણ કર્યુ હતું અને ચોમેર સારા વરસાદની રાહ જોવાઈ રહી હતી પરંતુ જુલાઈ માસના મધ્યાંતરે ઓસ્ટ્રેલિયા સ્થિત વર્લ્ડ વેધર એજન્સીએ આંચકારૂપ સમાચાર જાહેર કર્યા છે કે એશિયાઈ દેશોમાં ચાલુ વર્ષે જુલાઈના અંત સુધીમાં અલનિનોની પ્રબળ અસર વર્તાશે. આ આગાહી ભારત જેવા દેશ માટે સચોટ કરી હોય તેમ દેશનો ૬૦ ટકાથી વધુ વિસ્તાર આજની તારીખે પણ ચોમાસાના સારા વરસાદથી વંચીત છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ નહિવત્‌ વૃષ્ટિ થયેલા સભ્યોની યાદી પ્રસિધ્ધ કરી છે. જેમાં ગુજરાત ૩ ક્રમે હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. વર્તમાન સમયે રાજ્યના અમદાવાદ, આણંદ, વડોદરા સહિતના અનેક શહેરોના તાલુકા મથકે લગભગ વાવેતર નિષ્ફળ જવાની અણી પર છે. ચોખા સહિત અનેક ધાન્યનું ભવિષ્ય ધુંધળું બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here