બીબીએ કોલેજ વિદ્યાર્થીઓ વૃક્ષયાત્રામાં જોડાયા

1518

ગાંધીનગરની કડી સર્વવિશ્વવિદ્યાલય સંલગ્ન બીપી કોલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન તેમજ વનશ્રી સંસ્થાના કાર્યકર્તાઓ ગુજરાત સરકાર આયોજિત વનમહોત્સવમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. બીબીએના વિદ્યાર્થીઓએ ગાંધીનગરના તમામ સેક્ટરમાં ઘર ઘર સુધી યાત્રાના ભાગ રૂપે પંહોચી લોકોને વૃક્ષના છોડ આપ્યા હતા. તેમજ કેટલાક સ્થળો જેમકે મંદિર, શાળાઓમાં પણ વૃક્ષારોપણ કર્યું હતું. વનવિભાગ દ્વારા તમામ છોડ નાગરિકોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવતા વિદ્યાર્થીઓનો તેમજ તમામ ગાંધીનગર વાસીઓ નો વૃક્ષારોપણ માટે નો ઉત્સાહ જોતાજ ઉર્જા અનુભવાતી હતી. લોકો છોડ પ્રેમપૂર્વક લઇ જતા હતા.

 

Previous articleસ્વચ્છતા અને પ્લાસ્ટિક અવરનેસ માટે રેલી
Next articleમાણસા ખાતે રૂદ્રાક્ષનું ભવ્ય શિવલીંગ બનાવાયુ