માણસા ખાતે રૂદ્રાક્ષનું ભવ્ય શિવલીંગ બનાવાયુ

1540

પવિત્ર શ્રાવણમાસમાં ભગવાન શંકરની આરાધના કરવાથી આધી – વ્યાધિ અને ઉપાધીમાંથી ત્વરિત મુક્તિ મળે છે. ભગવાન શિવ સૌનું કલ્યાણકર્તા દેવ છે. શ્રાવણ માસમાં શિવજીની આરાધના કરવાનો અનેરો મહિમા છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના શ્રી વિધ્નેશ્વરી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત મો પાલઈ વિધ્નેશ્વરી ધામ અને આનંદીમાના વડલે સવા લાખ રૂદ્રાક્ષનું શિવલીૅગ બનાવવામાં આવેલ છે. તેની સાથે સાથે દ્રાદશ જયોતિલીંગ તેમજ અમરનાથની ગુફા બનાવી ભગવાન અમરનાથના દર્શનનો લાભ પણ ભાવિક ભકતો લઈ શકે તેવું આયોજન સંસ્થા દ્વારા કરવામ આવ્યું છે. તેમ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી દિનેશભાઈ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

પવિત્ર શ્રાવણ માસના દર સોમવારે રાત્રિના ૮.૦૦ કલાકે ભવ્યાતિભવ્ય ૧૦૮ દિવાની આરતી સાથે ભસ્મ આરતીનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત વ્યસન મુક્તિ કુંભ બનાવી વ્યક્તિમાં રહેલા વ્યસનો ભગવાન શિવને અર્પણ કરવાનું આયોજન પણ કરવામાં આવેલ છે. સૌ ભાવિક ભકતો ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મ લાભ લઈ અમૂલ્ય દર્શનનો લહાવો પ્રાપ્ત કરે તે બદલ સંસ્થા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Previous articleબીબીએ કોલેજ વિદ્યાર્થીઓ વૃક્ષયાત્રામાં જોડાયા
Next articleઉંઝામાં ડેપ્યૂટી CM નીતિન પટેલના હસ્તે વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું