ઔદ્યોગિક ક્રાંતિ ૪.૦ વિષય પર યોજાયો જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમિનાર

0
1885

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા દર વર્ષે પ્રથમ જીલ્લા કક્ષાએ અને ત્યાર બાદ રાજ્ય કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જેના ભાગ રૂપે નેશનલ સાયન્સ સેમીનાર-૨૦૧૮નું આયોજન પ્રથમ જીલ્લા કક્ષાએ ત્યારબાદ રાજ્ય કક્ષાએ થનાર છે. ભાવનગર જીલ્લામાં આ જીલ્લા કક્ષાના સેમિનાર-૨૦૧૮ નું આયોજન કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ઔદ્યોગિક ક્રાંતિ (આઈઆર) ૪.૦ઃ શું આપણે તૈયાર છીએ? વિષય પર  આજે સરકારી મેડીકલ કોલેઝ, બસ સ્ટેન્ડની પાછળ, ભાવનગર ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમના ઉદ્દઘાટન સમારોહમાં  એમ. એ. ગાંધી, ડૉ. બી. એન. પંચાલ , નીતિનભાઈ કાણકિયા,  સુનીલભાઈ વડોદરિયા તથા પરેશભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોએ વિધાર્થીઓને ઔદ્યોગિક ક્રાંતિ વિશેની પ્રાથમિક માહિતી આપી હતી.

જીલ્લા કક્ષાના આ નેશનલ સાયન્સ સેમિનારમાં ભાવનગર જીલ્લાની કુલ ૧૧૩ ઉચ્ચતર પ્રાથમિક અને  માધ્યમિક શાળાના વિધાર્થીઓ અને શિક્ષકો  હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રથમ ક્રમાંકે ડાભી હેતલબેન ( સરકારી હાઇસ્કુલ, ચોગઠ, તાઃ ઉમરાળા) , દ્વિતીય ક્રમાંકે જાડેજા ઋતિકા (નૈમિષારણ્ય હાઈસ્કુલ, ભાવનગર) તથા તૃતીય ક્રમાંકે ત્રિવેદી ઋત્વા (બી.બી શાહ હાઇસ્કુલ,દેવગણા ,તાઃ શિહોર) પસંદગી પામ્યા હતા. જીલ્લા કક્ષાએ વિજેતા થયેલ પ્રથમ બે વિધાર્થીઓ આગામી સમયમાં યોજાનાર રાજ્ય કક્ષાના સાયન્સ સેમિનારમાં ભાવનગર જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સાયન્સ સેમીનાર – ૨૦૧૮ માં વિધાર્થીઓ, શિક્ષકો અને અતિથીઓ કુલ મળીને ૨૩૫ લોકો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here