પાલીતાણામાં રંગબેરંગી રાખડીઓનું આગમન

1311

ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરતા રક્ષાબંધન પર્વને આડે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાલીતાણાના બજારમાં રંગબેરંગી અને વિવિધ ડીઝાઈનમાં રાખડીઓનું આગમન થઈ ચુક્યું છે. દર વર્ષે શ્રાવણી પૂનમે ભાઈની રક્ષા થાય તેવા શુભ આશયથી બહેન દ્વારા ભાઈને બંધાતી રક્ષાનું પર્વ રક્ષાબંધન ઉજવાય છે. આ દિવસે દાન પૂણ્ય કરવાનું મહત્વ પણ છે. બ્રાહ્મણો દ્વારા આ દિવસે જનોઈ બદલવામાં આવે છે પરંતુ શ્રાવણી પૂનમ (નાળીયેરી પૂનમ) બહેન પોતાના ભાઈને રક્ષા બાંધી ભાઈના દિર્ઘાયુ માટે ઈશ્વરને પ્રાર્થના કરતી હોય છે. ભાઈને બાંધવાની રાખડી બહેન દ્વારા એકાદ સપ્તાહ પહેલા જ ખરીદી લે છે. બહારગામ રહેતા ભાઈઓને કુરીયર કે પોસ્ટ મારફતે મોકલી આપે છે.

રાખડીની માંગને પહોંચી વળવા માટે એકાદ માસ પૂર્વે જ ખરીદી કરી વેચાણ માટે માર્કેટમાં મુકે છે. રાખડીમાં વિવિધ રંગો અને વિવિધ આકર્ષક કવરનું પણ વેચાણ થઈ રહ્યું છે. રાખડીમાં નાના બાળકો માટે ખૂબ પ્રચલીત સ્પાઈડરમેન, ડોરમોન, મીકીમાઉસ, પતલુ મોટુ વિવિધ આકર્ષણ જમાવ્યું છે. માર્કેટમાં કલકતી રૂા.ર૦, ડાયમંડ ર૦ થી ૬૦ રૂા., ક્રીસ્ટલ રૂા.રપ, મોતી રૂા.૧પ થી ૬૦, રૂદ્રાક્ષ રૂા.૪૦, સુખડ રૂા.રપ થી ૬૦, ઢીંગલા રૂા.૧૦ થી ર૦, રાખડીના કાર્ડ રૂા. પ થી ર૦, ગોટા ડઝનના ભાવ રૂા.૧૦ બોલાઈ રહ્યાં છે. બહેનો દ્વારા ભાઈઓ માટે રાખડીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે.

Previous articleઆહીર એકતા મંચ રાજુલા દ્વારા PIની બદલી રોકવા આવેદન આપ્યું
Next articleક્યારથી થશે ગુજરાત પાણી પાણી, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી