મોટી ધાણેજના હોદ્દેદારોને પકડ્‌યા, જામજોધપુરના કેમ નહીં?ઃ ધાનાણી

917

મગફળીમાં થયેલાં મસમોટા કૌભાંડને લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર સામે વેધક પ્રશ્ન કર્યો છે. પરેશ ધાનાણીએ મગફળીકાંડ મુદ્દે ચાલતી તપાસ પર સવાલ ઉઠાવતા કહ્યું હતુંકે, મોટી ધાણેજ મંડળીની અને જામજોધપુર મંડળીની ગૂણીઓમાં હલકી ગુણવત્તાની મગફળીનો જથ્થો મળી આવ્યો હતો. મોટી ધાણેજ મંડળીના હોદ્દેદારોને જેલમાં ધકેલવામાં આવ્યા તો પછી જામજોધપુર મંડળીના હોદ્દેદારો હજુ કેમ આઝાદ છે? તેમને કેમ જેલમાં ધકેલવામાં આવ્યાં નથી?

જામજોધપુરની વિવિધ કાર્યકારી સેવા મંડળીના પ્રમુખ ભાજપ સરકારના પૂર્વ કૃષિ મંત્રી ચિમન સાપરિયા છે. સરકારની નિયત સાફ હોય તો નામદાર હાઈકોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરતાં કેમ ડરે છે?

Previous articleવાલીઓને સાંભળ્યા વગર એફઆરસીએ સ્કુલ સાથે મળી ફી નકકી કર્યાનો આક્ષેપ
Next articleગુજરાતના અધિકારીઓ માટે ૨૦૦ ઇલેક્ટ્રિક કાર ખરીદાશે