ગુજરાતના અધિકારીઓ માટે ૨૦૦ ઇલેક્ટ્રિક કાર ખરીદાશે

1060

રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણના ભાગરૂપે બેટરી ઓપરેટેડ ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ વધે તે માટે રાજ્ય સરકાર ખુદ પોતાના અધિકારીઓ અને વિભાગો માટે ૨૦૦ જેટલી ઇલેક્ટ્રિક કાર ખરીદશે. નાગરિકોને પણ ઇલેક્ટ્રિક કારની ખરીદી માટે સબસિડી સહિતના પ્રોત્સાહન આપવામાં આવશે.

ઉર્જા મંત્રી સૌરભ પટેલના અધ્યક્ષસ્થાને આ મામલે ઉર્જા વિભાગ, વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક મળી હતી જેમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન કરાયા બાદ આખરી નિર્ણય લેવાશે. કેન્દ્ર સરકારની એજન્સી ઇઇએસએલ દ્વારા ટેન્ડર મારફતે ટાટા અને મહિન્દ્રા કંપનીની ૧૦ હજાર કાર તૈયાર કરાવી છે.

 

Previous articleમોટી ધાણેજના હોદ્દેદારોને પકડ્‌યા, જામજોધપુરના કેમ નહીં?ઃ ધાનાણી
Next articleગુરૂઆશ્રમ બગદાણા ખાતે શ્રાવણ માસ નિમિત્તે અખંડ રામધૂન શરૂ